ગુજરાત સ્કૂલ ઓફ એક્સેલન્સ સીસ્ટમ (ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલ) અને જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે ધો.5 થી 9ના 400 બાળકોને નિ:શુલ્ક કોચીંગ અપાશે
સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ આઈએએસ અને આઈપીએસ બને તે દિશામાં ગુજરાત સ્કૂલ ઓફ એકસેલન્સ સીસ્ટમ (ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલ) અને જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધો.5 થી 9ના બાળકો માટે જીઓ જુનીયર યુપીએસસી પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. પ.પૂ.નયનપદ્મસાગર મહારાજ અને પ.પૂ.મયના મહાસતીજીના આશિર્વાદ અને પ્રેરણાથી આ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટમાં જૂન 2021થી ધો.5 થી 9ના કોઈપણ માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીમાંથી 400 બાળકોની પસંદ કરવામાં આવશે. આ પસંદગી પામેલા 400 બાળકો નિ:શુલ્ક એક પણ રૂપિયાના ખર્ચ વગર જૂન 2021થી અઠવાડિયામાં 3 દિવસ શુક્ર, શનિ અને રવિવારના રોજ 2 કલાકનું કોચીંગ આપવામાં આવશે. યુપીએસસીની પરીક્ષામાં જીઓ અંતર્ગત દિલ્હીના વાજીરાવ અને ચાણક્ય ઈન્સ્ટીટયુટ સાથે સંકળાયેલા ટીચર્સ બાળકોને કોચીંગ આપવા ખાસ દિલ્હીથી પધારશે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 400 બાળકોની પસંદગી માટે ધો.5 થી 9ના અભ્યાસક્રમના આધારે પ્રવેશ પરીક્ષાનું 9 મે 2021ના રોજ સવારે 10 થી 12:30 કલાકે ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલ, શિવધારા રેસીડેન્સી, ડી-માર્ટ પાછળ કુવાડવા રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ બાબતે વધુ વિગત આપવા માટે ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલના પ્રિન્સીપાલ રિયા અગ્રવાલ અને એડમીનીસ્ટ્રેટ હેડ અદિતભાઈ ઘેડીયાએ ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી.
મુલાકાતમાં તેઓએ જણાવ્યું હતું કે, આ પરીક્ષા અંતર્ગત જનરલ નોલેજમાં 30 માર્ક લેખે 90 પ્રશ્ર્ન પુછાશે. તમામ એમસીક્યુ સ્વરૂપમાં હશે અને વિદ્યાર્થીને આ માટે 2:30 કલાકનો સમય આપવામાં આવશે. બાળકોની પસંદગી મેરીટના આધારે કરવામાં આવશે. મેરીટ આધારે 400 બાળકોનું સિલેકશન કરાશે અને પસંદગી પામેલ બાળકોને જૂન 2021થી કોચીંગ આપવાની શરૂઆત કરવામાં આવશે. આ તમામ બાળકોને છ વર્ષનું કોચીંગ અપાશે.
આ કોચીંગ અંતર્ગત બાળકોને જનરલ નોલેજ, કરન્ટ અફેર્સ અને યુપીએસસીના સિલેબસ મુજબ તૈયારી કરાવવામાં આવશે. જે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તેઓ કાલથી ૂૂૂ.લતયતફિષસજ્ઞિ.ંજ્ઞલિ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાશે. આ ઉપરાંત સ્કૂલના એડ્રેસ પર રૂબરૂ સવારે 10 થી 2:30 સુધી ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે આ રજિસ્ટ્રેશનમાં કોઈપણ જ્ઞાતિ અબાધ્ય નથી. ધો.5 થી 9 સુધીના તમામ બાળકોને તેમાં આવરી લેવામાં આવશે અને જે બાળકનું સિલેકશન થશે અને તે નવમાં ધોરણમાં અભ્યાસ કરતો હશે તેને પણ છ વર્ષ સુધી પુરરૂ કોચીંગ આપવામાં આવશે.
જીએસઈએસ જીઓ જીનિયર યુપીએસસીને સફળ બનાવવા અને સંપૂર્ણ આયોજનને સહયોગ કરવા માટે સૌ.યુનિ.ના ડીન તથા સિન્ડીકેટ સભ્ય ડો.મેહુલભાઈ રૂપાણી તથા જીઓના કો-ઓડિનેટર સંજયભાઈ સંખલેચાના સંયુક્ત પ્રયાસથી આ પ્રોજેકટ અમલમાં આવ્યો છે. આ પ્રોજેકટને સફળ બનાવવા સ્કૂલના પ્રિન્સીપાલ રીયા અગ્રવાલ, વા.પ્રિન્સીપાલ વિભુતી ત્રિવેદી, એડમીનીસ્ટ્રેટીવ હેડ અદિતભાઈ ઘેડીયા તથશ બ્રિજેશભાઈ કોરડીયા, શુભમભાઈ રાઠોડ, ચિરાગભાઈ પુજારા અને વિનયભાઈ જોષી સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે.