ઉપમુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના હસ્તે એવોર્ડ સ્વીકારતા સીએમડી મયુર ધ્વજસિંહ જાડેજા
વીજળીનો ખર્ચ શૂન્ય કરવા સોસાયટીમાં સોલાર પ્લાન્ટ સ્થાપવા બદલ એવોર્ડ મળ્યો: જાડેજા
Consttrપોતાની કૂશળતા અને પરિશ્રમથી ગુજરાતની પ્રગતિ માટે અમુલ્ય યોગદાન આપ્યું છે એવા સૌરાષ્ટ્રના એકમાત્ર જેએમજે પ્રોજેક્ટ્સને તાજેતરમાં અમદાવાદ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિભાઇ પટેલના હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાત 2021 એવોર્ડ એનાયત કરાયો હતો જેને જેએમજે ગ્રૂપના સીએમડી મયૂરધ્વજસિંહ જાડેજાએ સ્વિકાર્યો હતો.
રાજકોટના ગ્રૂપના સીએમડી મયૂરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમે મુંબઇ ના પનવેલ ખાતે “સનસીટિ” નામનો એફોર્ડેબલ સોસાયટી નો પ્રોજેક્ટ મૂક્યો છે. જેમાં 263 ફ્લેટ અને 50 દુકાનો છે અને 20 થી વધુ આંતરરાષ્ટ્રીય કક્ષાની એમીનિટ્સ છ. ત્યારે આ એમીનિટ્સનો વિજળીનો, મેઇનટેનન્સનો બોજો મીલકત ખરીદનાર પર ન પડે તે માટે નિર્માતાએ તેમના ખર્ચે સોલાર પ્લાન્ટ સોસાયટીમાં નાંખ્યો. જેનાથી વિજળીનો ખર્ચ શૂન્ય થતા મિલકત ધારકને રાહત થાય છે અને પ્રકૃતિને નુક્સાન થતા બચાવે છે.
મયૂરધ્વજસિંહ જાડેજાએ વધુમાં કહ્યું કે, સૌરાષ્ટ્રના જેએમજે પ્રોજેક્ટ્સ દ્વારા મુંબઇમાં સૌપ્રથમવાર આવો અદ્યતન પ્રોજેક્ટ આપવા નાયબ મુખ્યમંત્રી નીતિભાઇ પટેલ ના હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાત 2021 એવોર્ડ આપી સન્માન કરાયું તેનો અમને ગર્વ છે.
ભવિષ્યમાં આજ પધ્ધતિ જેએમજે દ્વારા તેમના રાજકોટ અને અમદાવાદમાં પણ સોલાર એનર્જીમાં નવા ઇનોવેશન સાથે લાવવામાં આવશે.
અમદાવાદ ખાતે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિભાઇ પટેલ, અમદાવાદના નવનિયુક્ત મેયર કિરીટભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમીટિ ચેરમેન હિતેષભાઇ બારોટ, અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, એડિશનલ કમિશ્નર ક્રાઇમ પ્રેમવિરસિંહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.