નવરાત્રિ એટલે માં નવદુર્ગાનું આરાઘ્ય પર્વ વર્ષભરમાં મુખ્ય ચાર નવરાત્રિ મનાવવામાં આવે છે. એ પૈકીની એક ચૈત્રી નવરાત્રિ આ વર્ષે 13 એપ્રિલથી શરુ થશે. ત્યારે આ નવરાત્રિમાં ભકતજનો માતાજીના નવ સ્વરુપોની પૂજા વિધીમાં આ નવ પાંદડાઓથી કરવાનું માહાત્મ્ય છે. જાણીએ આ નવ પાંદડા કયા કયા છે.
કેળાનું પાંદ, (ર) દારૂ (૩ ) હળદર (કવી)નું (3) હળદરનું પાંદ, (4) જયંતિ પાંદ (પ) બિલ્વપત્ર, (6) દાડમનું પાંદ (7) અશોક પાંદ, (8) ધાન પાંદ અને (9) અમલતાસ પાંદ
ચૈત્રી નોરતામાં પ્રત્યેક દિવસે માના વિવિધ સ્વરૂપોની પૂજા
– 13 અપ્રિલ પ્રથમ નોરતું માં શૈલપુત્રીની પૂજા
– 14 એપ્રિલ બીજુ નોરતું માં બ્રહ્મચારિણી પૂજા
– 15 એપ્રિલ ત્રીજું નોરતું માં ચંદ્ર ઘંટાની પૂજા
– 16 એપ્રિલ ચોથું નોરતું માં કૃષ્માંડાની પૂજા
– 17 એપ્રિલ પાંચમું નોરતું માં સ્ક્રંદ માતાની પૂજા
– 18 એપ્રિલ છઠ્ઠુ નોરતું માં કાત્યાયનીની પૂજા
– 19 એપ્રિલ સાતમું નોરતું માં કાલરાત્રિની પૂજા
– 20 એપ્રિલ આઠમું નોરતું માં મહાગૌરીની પૂજા
– 21 એપ્રિલ નવમું નોરતું માં સિઘ્ધિદાત્રીની પૂજા
– 22 એપ્રિલ વ્રતના પારણા