ગાયકી અને સંગીત ક્ષેત્રે વર્લ્ડ રેકર્ડસ ઇન્ડિયા માં સોશ્યિલ મીડિયામાં સૌથી વધુ ગીતો રજુ કરી કલાકાર િેદલીપ જોશેએ નામ નોંધાવ્યું છે. સંગીતક્ષેત્રે છેલ્લા 34 વર્ષથી કાર્યરત અમદાવાદના ગાયક તેમજ સંગીતકાર દિલીપ જોશીએ પોતાની બહુમુખી પ્રતિમાનો પરિચય આપતા ભારતીય હિન્દી ફિલ્મ જગતના ખ્યાતનામ ગાયકો અને સંગીતકારોના જુના તેમજ નવા હિન્દી-ગુજરાતી ગીતોને ગાવાની સાથે સાથે ગીતના ઓરીજીનલ મ્યુઝિક ટ્રેકને સિન્થેથાઇઝર-ઓરગન (મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ) પર પર્ફેકશન સાથે જાતે વગાડીને એટલે કે ગીત સુર અને તાલનો અદભુત સમન્વય કરી ખુબ જ સુંદર રીતે એક બે નહિ પરંતુ પ0 થી વધુ ગીતોના વિડીયો બનાવી પોતાના ફેસબુક તેમજ મ્યુઝીક ટાઇમ વીથ દિલીપ જોશી (સોશ્યિલ મિડિયા) ઉપર રજુઆત કરી વિશ્ર્વમાં અત્યાર સુધી સૌથી વધુ ગીતોની રજુઆત કરનાર વિશ્ર્વના એક માત્ર કલાકાર બન્યા છે. આ એક નવો તેમજ યુનિટ વિશ્ર્વ કિર્તીમાન દિલીપ જોશીએ વર્લ્ડ રેકર્ડસ ઇન્ડિયા માં પોતાનું નામ સુવર્ણ અક્ષરે કર્યુ છે. અગાઉ પણ દિલીપ જોશીએ કમ્પોઝ કરેલા ગાશે ગુજરાત ગીતોથી પ્રભાવિત થઇ તેમની કલાને બિરદાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દીલીપ જોશીને એક સન્માન પત્ર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.
Trending
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…