ભારતના અર્થતંત્રને 5 ટ્રિલિયન અમેરિકન ડોલરનું કદ આપવાનું સરકારનું મહત્વાકાંક્ષી લક્ષ્ય પૂરું કરવું દેખાય એટલું સરળ નથી તેમ છતાં ભારતની મૂળભૂત આર્થિક સધ્ધર સ્થિતિ અને કૃષિ ક્ષેત્ર માં રહેલી તકો અને આંતરરાષ્ટ્રીય વેપાર પરિમાણમાં આયાત નિકાસ અને ખાસ કરીને ભારતની ઔદ્યોગિક ક્ષમતાના કારણે જો તબક્કાવાર અને શુઝ ભુજ થી ગણતરીપૂર્વકનું આયોજન થાય તો અર્થતંત્રને પાંચ મિલિયન અમેરિકન ડોલરનું કદ આપવું એ હથેળીના ગોડ જેવું સરળ બની રહે પરંતુ તેના માટે લાંબાગાળાના આયોજનની આવશ્યકતા ની સાથે સાથે દેશનો કૃષિ ઉત્પાદન ઔદ્યોગિક ઉત્પાદન અને આયાતની અવેજમાં ભારતમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓનો સવિશેષ ઉપયોગ કરીને આયાત નું ભારત વિદેશી હૂંડિયામણની બચત કરવા જેવા લાંબા ગાળાના આયોજન થકી ભારતના અર્થતંત્રને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચાડવાનું શક્ય હોવાનું હવે ભારતને વૈશ્વિક અર્થશાસ્ત્રીઓ પણ માનવા લાગ્યા છે દેશનું સૌથી વધુ હૂંડિયામણ ખર્ચ ક્રૂડતેલની આયાત પાછળ કરવામાં આવે છે વિશ્વના કેટલાક સૌથી વધુ ક્રૂડતેલની આયાત કરનારા દેશોમાં ભારતનો ક્રમ એક થી ત્રણ માં આવે છે ત્યારે ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલમાં ઘરમેળે બનતું ઇથેનોલ નો વપરાશ તને ઉમેરા ની ટકાવારી 10 થી વધારીને 20 કરવાનો નિર્ણય કર્યો છે ઇથેનોલ ની વાત કરીએ તો શેરડી અને ખેતપેદાશો માંથી કુદરતી રીતે ઉત્પન્ન થતું ઇથેનોલ ભારતમાં વણ વપરાયેલું પડ્યું રહે છે, વળી ટેકનિકલ રીતે જોઈએ તો ઇથેનોલ નો ઉપયોગ વનમાં ઇંધણ તરીકે સારી રીતે થઈ શકે તેમ છે સરકારે હાલ 10ટકા જેટલા ઇથેનોલ ના ઉમેરણ ની છૂટ આપી છે હવે તેમાં વધારો કરીને તેનું પ્રમાણ 20 ટકા જેટલું કરવામાં આવશે જેનાથી ક્રૂડ તેલની આયાતમાં 20 ટકા જેટલો ઘટાડો આવશે અને તેની સામે હૂંડિયામણ ના ખર્ચમાં પણ પાંચમા ભાગનો કાપ આવી શકશે અત્યારે ઇથેનોલ નો જથ્થો સરપ્લસ પડ્યો રહે છે તેનો ઉત્પાદન ખર્ચ પણ ખૂબ જ ઓછું છે મફતના ભાવમાં બનતું અને પડયું રહેતું ઇથેનોલ મોંઘા ભાવના પેટ્રોલ અને ડીઝલના બદલે વપરાશ ની સાયકલ માં ગોઠવવામાં આવી જાય તો કરોડો નહીં પરંતુ ખરવો રૂપિયાનો ફાયદો થશે સરકારનો આ નિર્ણય એક પંથ દો કાજ જ નહીં પરંતુ એક પંથ અનેક કાજ જેવો નીવડશે સરકાર માટે દેશના અર્થતંત્રને પાંચથી અમેરિકન ડોલરનું લક્ષ્ય આપવાનું નિર્ધાર ની સાથે સાથે ખેડૂતોની આવક બમણી કરવા જેવા લક્ષ્યમાં ઇથેનોલ નો વપરાશ વધારો મહત્વનો ભાગ ભજવશે દેશમાં શેરડીના ઉત્પાદક ખેડૂતો માટે દર વર્ષે ભાવમાં વધઘટ નો અને તૈયાર માલ ની પૂર્તિ માંગ અને ખપત નો પ્રશ્ન માથાનો દુખાવો બની રહ્યો છે ત્યારે શેરડીમાંથી ઇથેનોલ ખૂબ સરળતાથી મળી રહે છે ઉપરાંત ધાન સહિતની અન્ય કૃષિ ઉત્પાદન માંથી પણ ઇથેનોલ ઘરમેળે બનાવી શકાય ઇથેનોલનો ઉપયોગ વૈકલ્પિક ઇંધણ તરીકે ઉદ્યોગિક અને વાહનોમાં ખૂબ જ સારી રીતે થાય તેમ છે વળી અલ્પ વિકસિત દેશોમાં ઇથેનોલ નિકાસની પણ મોટી તકો રહેલી છે હાલ દેશનું સૌથી વધુ દુનિયામાં ભારત ક્રૂડતેલની આયાત ના કારણે થાય છે ઇથેનોલ નું પ્રમાણ ઈંધણ મા વધારવાના સરકારના નિર્ણયનો બહુહેતુક લાભ મળશે  સરકારની આ પહેલ સમગ્ર દેશના રાજ્યો અને કેન્દ્ર સરકારના સંકલનથી વ્યાપક પ્રમાણમાં કરવામાં આવે તો ઉર્જા ક્ષેત્રે ભારત વધુમાં વધુ આત્મનિર્ભર બને દેશના કૃષિ ક્ષેત્ર અને ખાસ કરીને ખેડૂતોની આવકમાં હમણાં નહીં પરંતુ અનેક ગણો વધારો શક્ય બને છે અત્યારે ઇથેનોલ વપરાયેલું સરસ પડ્યું રહે છે ઇથેનોલ નો ઉપયોગ વધારવાનો નિર્ણય આમ કે આમ અને ગુઠ્લીઓ કે દામ બહુ વિધ રીતે ફાયદારૂપ થશે ખાંડસરી નું ઉત્પાદન મબલખ થાય છે અને આપણે જથ્થો સરભર કરવા માટે પાણીના ભાવે વિદેશમાં નિકાસ કરવી પડે છે તેની સામે મોંઘા ભાવનું કાચું તેલ મેળવવા માટે ખર્ચવામાં આવે છે ત્યારે શરીરમાંથી સરળતાથી ઇથેનોલ બનાવી શકાય છે અત્યાર સુધી તેનો ઉપયોગ મર્યાદિત થતો હોવાથી પાણીના ભાવે બનતું ઇથેનોલ વણવપરાયેલું પડયું રહેતું હતું હવે ઇંધણ તરીકે ઇથેનોલ નો વપરાશ વધશેતેનાથી ખેડૂતોની આવક વધશે અને ઘરમાં ભારત નિર્ભર બનશે સરકારનો આ નિર્ણય સમૃદ્ધિ નો પર્યાય બની રહેશે તેમાં બેમત નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.