૫ વર્ષમાં ઈન્ડિયન પ્રીમીયર લીગની બ્રાન્ડ વેલ્યૂમાં ધરખમ વધારો નોંધાયો છે: છેલ્લા ૧૦ વર્ષથી યોજાઈ રહી છે આઈપીએલ
બ્રાંડ આઈપીએલ (ઈન્ડીયન પ્રીમીયર લીગ) વધુ સ્ટ્રોંગ બની છે. તેની વેલ્યૂ ૩૫૦૦૦ કરોડ ‚પિયાને આંબી ગઈ છે. ક્રિકેટમાં મેચનું ખાનગીરાહે આયોજન કરતી ઈન્ડીયન પ્રીમીયર લીગની પ્રગતિને ૧૦ વર્ષમાં કોઈ રોકી શકયુ નથી. ગ્લોબલ વેલ્યુએશન એન્ડ કોર્પોરેટ ફાયનાન્સ એડવાઈઝરી ફર્મ ડફ એન્ડ ફેલ્પના અહેવાલ અથવા સર્વે અનુસાર આઈપીએલની કિંમત ૧૦ વર્ષ દરમિયાન વધીને અધધ ૫.૩ બિલિયન અમેરીકી ડોલર એટલે કે રૂપિયા ૬૫ના ‚પિયા લેખે ગણીએ તો સરેરાશ આશરે ૩૫૦૦૦ કરોડ રૂ પિયા થઈ ગઈ છે.
અહેવાલમાં વધુમાં જણાવ્યા મુજબ આઈપીએલની વેલ્યુ છેલ્લા ૫ વર્ષમાં ‚પિયા ૨૧૯૯ કરોડ ‚રૂપિયા વધી છે. આ પ્રગતિ કોઈ નાની સુની તો ન જ કહેવાય. હજુ ગયા વર્ષે આઈપીએલની વેલ્યૂ ૪.૨ બિલિયન એટલે કે ૪૨૦ અબજ અમેરીકી ડોલર હતી. જે આ વર્ષે વધીને ૫૩૦ અબજ અમેરીકી ડોલર થઈ ગઈ છે. રીપોર્ટમાં લખ્યું છે કે સ્વતંત્ર આઈપીએલ ટીમોની બ્રાંડ વેલ્યૂમાં પણ ગત વર્ષ કરતા આ વર્ષે વધારો નોંધાયો છે. મુંબઈ ઈન્ડીયન્સની વેલ્યૂ ૨૦૧૬માં ૭૮ મિલિયન ડોલર હતી. જે ૨૦૧૭માં વધીને ૧૦૬ મિલિયન ડોલરથઈ છે.
જયારે કલકતા નાઈટ રાઈડર (કેકેઆર)ની બ્રાંડ વેલ્યુ જે ૨૦૧૬માં ૭૭ મિલિયન ડોલર હતી તે વધીને ૯૯ મિલિયન ડોલર થઈ ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)ની વેલ્યૂ ૬૭ મિલિયન ડોલર ૨૦૧૬માં હતી તે ૮૮ મિલિયન ડોલર અત્યારે છે. એસ.આર.એચ.ની વેલ્યૂ ૪૧ મિલિયન ડોલરમાંથી વધીને અત્યારે ૫૬ મિલિયન ડોલર છે. દિલ્હી ડેર ડેવિલની બ્રોડ વેલ્યૂ પણ વધી છે. ૨૦૧૬માં ૩૪ મિલિયન ડોલરની વેલ્યુ ધરાવતી આ ફ્રેન્ચાઈઝી અત્યારે ૪૪ મિલિયન ડોલરની બ્રાંડ વેલ્યુ ધરાવતી થઈ ગઈ છે. કિંગ પંજાબ ઈલેવનની બ્રાંડ વેલ્યૂ ગત વર્ષે માત્ર ૩૧ મિલિયન ડોલર હતી તે અત્યારે ૩૨ ટકા વધી જઈને ૪૧ મિલિયન ડોલર થઈ ગઈ છે. ટુંકમાં આઈપીએલને તો ચાંદી હી ચાંદી છે. ક્રિકેટ ક્રેઝ કદી ઓછો થયો નથી.