યાર્ડ બહાર 10 કિ.મી.ની લાંબી કતાર; 2000 જેટલા વાહનો ખડકાયા
ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજા દરમ્યાન ધાણાની મબલખ આવક થવા પામી છે. વિવિધ જણસીની આવક શરૂ કર્યાના દિવસ પૂર્વે જ વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.
માર્ચ એન્ડિંગની રજાઓ પુરી થવામાં છે. ત્યારે અલગ અલગ જણસીની આવક શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ધાણાની સૌથી વધુ આવક થઈ છે. ધાણાની અધધધ 2 લાખ ગુણીની આવક થતા યાર્ડ ધાણાથી ઉભરાયું છે.
ચણા, જીરૂ, ધાણ, ઘઉ સહિતના પાકોથી ખેડુતોના ઘરો ભરેલા છે. તેવા સમયે માર્ચ એન્ડિંગ રજાઓ આવતા યાર્ડ બંધ રહેવા પામ્યા છે. જોકે હવે આ રજાઓ પુરી થતા ખેડુતો પોતાની વિવિધ જણસી વહેચવા યાર્ડ ખાતે આવી પહોચતા યાર્ડ બહાર બંને તરફ હાઈવે પર 9 થી 10 કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી. મસમોટી લાઈન જોતા 1800 થી 2000 જેટલા વાહનો ગોંડલ યાર્ડ બહાર ખડકાયા હોવાનું અનુમાન છે.