વોર્ડ નં.10ના પૂર્વ પ્રમુખ અને ભાજપ અગ્રણી વિજયભાઈ પાડલીયા સહિત પરિવારના આઠ સભ્યો કોરોનાગ્રસ્ત થતા જે મુદે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના પત્ની અંજલીબેન રૂપાણીએ ટેલીફોનીક પૃચ્છા કરી હતી.

શહેર ભાજપ અગ્રણી વિજયભાઈ પાડલીયા સહિત તેઓના પરિવારના કુલ 9 સભ્યોમાંથી 8 સભ્યોનો રિપોટ; આજે પોઝીટીવ આવ્યો હતો. જેની જાણ સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને થતા તુરંત જ ફોન કરી ખબર અંતર પૂછયા હતા. અને ચિંતા વ્યકત કરી હતી તેમજ વિજયભાઈ પાડલીયાને કોઈ પણ મુશ્કેલી પડે કે યોગ્ય સારવારમાં કયાંય પણ જરૂર પડે તો તુરંત જણાવવાનું કહી હિંમત આપી હતી.ભાજપના સામાન્ય કાર્યકરથી માંડી અગ્રગણીય નેતાઓના સ્વાસ્થ્યની ચિંતા સતત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કરવામાં આવતી હોય છે. કોઇ કાર્યકર સામાન્ય બિમારીના સંકંજામાં પણ સપડાય તો પણ ખૂદ મુખ્યમંત્રી ટેલીફોન પર તેના સ્વાસ્થ્યની પુછપરછ કરતા હોય છે.

વિજયભાઇ પાડલીયા ભાજપના એક અદ્ના કાર્યકર છે પર્યાવરણના રક્ષણ માટે તેઓની ઝુંબેશ ખૂબ જ સરાહનીય રહી છે. પરિવારના આઠ સભ્યો એક સાથે કોરોનાગ્રસ્ત થતા મુખ્યમંત્રી ચિંતીત થઇ ગયા હતા અને તેઓએ ખૂદ વિજયભાઇ પાડલીયાને ફોન કરી ખબર અંતર પુછી હતી અને પરિવારની સ:વિશેષ કાળજી રાખવા જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.