ચોકડીએ સર્કલ બનાવવા સહીતની લત્તાવાસીઓની માંગ
શહેરના વોર્ડ નં.1ર માં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયા બાદ ડામર રોડ કરવાનું કોઇ નામ લેતું નથી. આ વોર્ડમાં ઘણી મુશ્કેલી છે. અને માંગ છે એ પુરી કરવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તે છે.
મહાનગરપાલિકાના ચૂંટણીમાં વોર્ડ નંબર 1ર માં વિજેતા થઈ પ્રદીપ ડવ થોડા સમય પહેલા જ મેયર બન્યા છે ત્યારે શહેરના એમના જ વોર્ડ નંબર 1ર માં છેલ્લા ઘણા સમયથી ગોકળગાય ની પેઠે ચાલતુ ભૂગર્ભ ગટરનું કામ માંડમાંડ પૂર્ણ થયું છે
મોવડી ચોકડી થી બાપા સીતારામ ચોક સુધી ડામર રોડ બનાવવાનું કામ શરૂ થવાનું નામ લેતું નથી,બાપાસીતારામ ચોક પાસે ટ્રાફિક નિયંત્રણ માટે લગાવેલ ઇન્ડીકેશન પાડીને તોડી દેવામાં આવ્યા છે આસપાસના દુકાનદારો ઘુળ થી કંટાળી ગયા છે આ વિસ્તાર મા વગળ ચોકડીએ સર્કલ બનાવવાની રાહ લોકો જોઈ રહ્યા છે આ ટ્રાફિકથી ધમધમતા રોડ થી આગળ સરદાર રેસ્ટોરન્ટ પાસે થી નીકળતો અઢીસો ફુટ રોડ ને જોડતો 80 ફુટ રોડ ને તાત્કાલિક મંજૂરી આપી ખુલ્લો કરી આ વિસ્તારની ટીપી તાત્કાલિક પાસ કરાવવી જરૂરી છે પાળ રોડને ડબલ રોડ કરી સ્ટ્રીટ લાઈટ નખાય તે પણ અત્યંત જરૂરી છે અઢીસો ફુટ રોડ આગળ ટીલાળા ચોકડી થી ગોંડલ ચોકડી સુધી ખુલ્લો કરવા માટે લોક માંગ ઊઠી થઈ છે
વોર્ડ નંબર 1રમાં ફાળવેલ ઈન્ડોર સ્ટેડિયમને વગળ ચોકડી પાસે નવા વિકસતા વિસ્તારમાં નિર્માણ થાય તેવી લોકોની માંગ પણ ઉઠી રહી છે