વિવિધ સમિતિઓની રચના, મહેકમ સમિતિની બાદબાકી
શહેર ભાજપના મહામંત્રી અને સહ ઈન્ચાર્જ ચાલુ બેઠકમાં પ્રવેશતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો
કેશોદ નગરપાલિકાનાં નવનિયુક્ત પદાધિકારીઓ અને સદસ્યો દ્વારા આગામી વર્ષ 2021-2022 માટેનું રૂપિયા 50,02,3000/- પુરાંત લક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આગામી હિસાબી વર્ષ માં કેશોદ નગરપાલિકા ની નવી અધતન કચેરી ચારચોક વિસ્તારમાં આવેલા જુનાં બાલમંદિર વાળી જગ્યાએ બનાવવામાં આવશે,રાણેકપરા ખાતે વોટર ફિલ્ટર પ્લાન્ટ, તકીયામાં કોમ્યુનિટી હોલ અને આંબાવાડી બગીચામાં નવીનીકરણ કરવામા આવશે તદ્ઉપરાંત કેશોદ નગરપાલિકા નાં પ્રમુખ માટે રૂપિયા સતર લાખનાં ખર્ચે નવું વાહન ખરીદી કરવામાં આવશે.
કેશોદ નગરપાલિકાનાં ચૂંટાયેલા 36 સદસ્યો માં થી ત્રીસ ભાજપા નાં અને ચાર કોંગ્રેસ પક્ષના સદસ્યો હાજર રહ્યાં હતાં. કેશોદ નગરપાલિકા ની સામાન્ય સભામાં ત્રણ મુદાઓની ચર્ચા બાકી હતી ત્યારે કોંગ્રેસ પક્ષના સદસ્યો વોકઆઉટ કરી નીકળી ગયાં હતાં ત્યારે કેશોદ શહેર ભાજપના બન્ને મહામંત્રી અને સહ ઇન્ચાર્જ ચાલુ બેઠકમાં પ્રવેશ કરતાં કોંગ્રેસે વિરોધ કર્યો હતો અંતે ત્રણેય આગેવાનો બહાર આવી ગયાં હતાં. કેશોદ નગરપાલિકા માં જુદી-જુદી સમિતિ ઓ ની રચના કરવામાં આવી હતી જેમાં કારોબારી સમિતિ નાં ચેરમેન તરીકે મોહનભાઈ બુટાણી સહિત અન્ય પંદર સમિતિઓની રચના કરવામાં આવી હતી ત્યારે વહીવટી દ્રષ્ટિએ સૌથી મહત્વની ગણાતી મહેકમ સમિતિ ની બાદબાકી કરવામાં આવેલ છે. કેશોદ નગરપાલિકા નાં કોંગ્રેસ પક્ષના સદસ્યો દ્વારા લેખિતમાં રજૂઆત કરી ભુર્ગભ ગટરના વેરા લાગું ન કરવા અને મિલ્કત વેરો વધારવામાં ન આવે એવી માંગ કરી હતી. કેશોદ નગરપાલિકા નાં પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર અને ઓફિસ સુપ્રીટેન્ડ પી એચ વિઠ્ઠલાણી ની હાજરી માં તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે. કેશોદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.