રાજકોટ માકેટીંગ યાર્ડના વેપારીઓના માર્ચ એન્ડીંગ સમયે લાયસન્સ રિન્યુ કરવામાં આવતા હોય છે. ત્યારે નાણાકિય વર્ષના અંતિમ દિવસ સુધી લાયસન્સ રીન્યુ નહિ થતા વેપારીઓનો હોબાળો મચ્યો છે. માર્ચના અંતિમ દિવસે લાયસન્સ રીન્યુ મુદ્દે આજે તત્કાલ બોર્ડ બેઠક મળી છે.રાજકોટ માર્કેટ યાર્ડના વેપારીઓના નાણાકિય વર્ષના અંતિમ દિવસ સુધી લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યા નથી.જે મુદે વિવાદ વકયો છે. કૃષિ કાયદો લાગુ પડયા બાદ હવે કઇ રીતે લાયસન્સ રીન્યુ કરવા તે મુદ્દે આજે તત્કાલ માર્કેટ યાર્ડમાં બોર્ડ મીટીંગ બોલાવવામાં આવી છે. હવે લાયસન્સ રિન્યુ અંગેનો નિર્ણય આ મીટીંગમાં લેવાશે. તરસ લાગે ત્યારે કુવો ખોદે તે કહેવત મુજબ છેલલી ઘડી સુધી વર્ષના અંતિમ દિવસ સુધી લાયસન્સ રિન્યુ મુદ્દે કોઇ નિરાકરણ સત્તાધીશો દ્વારા નહિ લાવવામાં આવતા વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે જે અંગેનો તાત્કાલીક નિર્ણય લેવા આજે 11 વાગ્યે બોર્ડ બેઠક મળી હતી આ લખાય છે ત્યારે બોર્ડ બેઠક ચાલુ હોય મીટીગ પુર્ણ થયા બાદ લાયસન્સ રિન્યુ મુદ્દે યોગ્ય નિરાકરણ આવશે તેવું જણાઇ રહ્યું છે.
Trending
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…