સૌરાષ્ટ્રનું સૌથી લોકપ્રિય પીણું એટલે ‘ચા’. વિશ્વમાં પાણી પછી સૌથી વ્યાપકપણે વપરાણું પીણું ‘ચા’ છે. લુઝ ચા અને પેકીંગ ચા વિશે વધુ માહિતી અબતક દ્વારા લેવામાં આવી હતી. દિવસની શરૂઆત ચા ની ચૂસ્કી સાથે થાય છે. જેની ચા બગડી તેનો દિવસ બગડ્યો તે કહેવત ઘણી ખત સાર્થક ઠરતી હોય છે. સૌરાષ્ટ્રમાં અને તેમાં પણ ખાસ કરી રાજકોટમાં ચા ના ચાહકોની સંખ્યા અધધધ છે. આવી સ્થિતિમાં ઘણાના ઘરે પેકિંગ તો ઘણાના ઘરે લુઝ ચા ની ખરીદી કરવામાં આવે છે. દેશના સૌથી લોકપ્રિય પીણા પૈકીની ચા મા અનેક વેરાયટી જોવા મળે છે. ગુણવત્તાસભર ચા ની કિંમત ઉંચી હોય છે. ઘણી વખત મીકસીંગ કરી ગ્રાહકનો ટેસ્ટ જાળવવાની સાથે બજેટમાં રહે તેવી કિંમતે ચા વેંચાય છે.સૌરાષ્ટ્રના અનેક ચા ના વેપારીઓએ વિશ્ર્વ સ્તરે લોકોને પોતાની આગવી ચા ના ટેસ્ટનો ચસ્કો લગાડ્યો છે. કોરોના મહામારી દરમિયાન ચા ની ચુસ્તી થોડી મોંઘી પડી હતી. જો કે, ચાની ગુણવત્તામાં વેપારીઓએ ક્યાંય સમાધાન કર્યું નથી. કોરોના બાદ અત્યારે વ્યવસાયમાં તેજી આવી ગઈ છે. ચા ની સુગંધ અને સ્વાદને લઈ રાજકોટના ચા ના વેપારીઓએ વિશ્ર્વ આખામાં રાજકોટનું નામ રોશન કર્યું છે. પેકિંગ ચા અને લુઝ ચામાં લોકોમાં કેટલીક ગડમથલ રહે છે. ક્વોલીટીના પ્રશ્ર્ન ઉભા થાય છે. કઈ ચા સારી તેના સવાલો હોય છે. આવી સ્થિતિમાં ‘અબતક’ દ્વારા પેકિંગ કે લુઝ ચા સારી તે અંગે મત લેવાનો પ્રયાસ થયો છે. (રિપોર્ટર જીજ્ઞા રાઠોડ, તસવીર: દેવજીભાઈ રંગાણીયા)
લુઝ ચામાં લોકોને ટેસ્ટ મળી શકે છે: ફરીદભાઇ (સી સોમાભાઇ ચા)
સી. સોમાભાઇ ચાના ફરીદભાઇએ જણાવ્યું કે લુઝ ચાનો વેપાર 55 વર્ષથી જેમાં ગ્રાહકને ટેસ્ટ મળી શકે જયારે પેકીંગમાં નહીં મળી શકતો. ગ્રાહકોને લુઝ ચા નો સ્વાદ અનુકુળ આવી ગયો છે માટે તેઓ લુઝ ચા પોતાની પસંદ પ્રમાણે ખરીદી કરે છે. ચામાં 10 નંબર સ્વાદમાં હળવી હોય, 11 નંબર તેનાથી સ્ટ્રોન્ગ થાય, 12 નંબર તેનાથી પણ સ્ટ્રોંગ થાય, જયારે 13નંબરની ચા એકસ્ટ્ર સ્ટ્રોંગ થાય. લોકો બે અલગ અલગ ચા પોતાની પસંદગી પ્રમાણે મીક્ષસ કરીને ખરીદે છે. લુઝ ચાને 1 વર્ષથી સુધી એવી રહે છે. ઋતુના સ્વાદમાં થોડો ફેરફાર આવે છે. ચોમાસામાં બગડી જવાની શકયતા વધુ રહે છે.
પેક્રીંગ ચા લોકોને હાઇજેનિક અને કવોલીટીની દ્રષ્ટીએ સારી લાગે છે: વિરેનભાઇ રાજાણી (રાજાણી ચા)
રાજાણી ચા ના વિરેનભાઇ રાજાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારના સમયમાં પેકીંગ ચાનું વધારે ચલણ છે. પેકીંગ ચા લોકોને હાઇજેનિંક અને કવોલિટીની દ્રષ્ટિએ સારી લાગે છે. પેકીંગ ચા બ્લેન્ડ થયેલી હોવાથી કવોલિટી સારી આપે છે. જયારે પેકિંગ ચા તૈયાર કરવામાં તેનું પેકિંગ કોસ્ટ, મજૂરી, આઉટર-ઇન્કારબલ આમ આ બધાં ચાર્જ લાગે છે. પેકિંગ ચાની વેલિડીટી 1 વર્ષની હોય છે. જયારે લુઝ ચાને હવામાનની અસર થાય છે. વધુમાં તેમણે જણાવ્યું કે પેકિંગ ચા સ્વાદ, કલર, વજનના હિસાબે કંલાઇન કરીને બ્લેન્ડ કરવામાં આવે છે. માર્કેટમાં હરિફાઇની સામે ટકવા કવોલિટી મેઇન્ટેન્ઇનનું ધ્યાન રાખવું જ પડતું હોય છે.ચા વાતાવરણ ઉપર આધારિત હોય છે. સારા વાતાવરણની ચા સારી હોય છે મે જૂનથી નવી સીઝન ચાલુ થાય ત્યારે આખલમાં એટલે ડિસેમ્બર-જાન્યુઆરીમાં નબળી પડી જાતી હોય છે. જયારે તેમના વચ્ચેના સમય ગાળામાં સારી ચા મળતી હોય છે.ભેજ અને પાણીથી લાગતી સમસ્યા ચા ને અનુકુળ ન આવે.વધુમાં તેમણે જણાવ્યું કે કોરોના બાદ ચા ના ભાવમાં ખૂબ ડિમાન્ડ પણ જોવા મળી છે અને ભાવ વધારો પણ આવ્યો છે.
ચાનો વેપાર ગુડવીલ ઉપર આધારીત: જીતુભાઇ ચાવાળા
જીતુભાઇ ચાવાળા કે જેઓની 90 વર્ષથી પેઢી ચાલે છે 54-54 વર્ષથી ચા ના વ્યવસાયથી જાડાયેલા છે. તેઓ એ જણાવ્યું કે પહેલા 2:15-5:00 રૂપિયાની કિલો તેઓ ચા વેચતા હતા અને ખૂબ સરસ ચા આવતી. પરંતુ જેમ જેમ જનસંખ્યા વધતી ગઇ તેમ તેમ ચાની ગુણવતામાં નબળાઇ આવતી ગઇ તેમાં હાઇબ્રીડનો મોટો ભાગ છે. અત્યારના સમયમાં ચા ટેસ્ટ કરવી અને ખરીદવી બહુ અઘરું છે. લૂઝ ચા અને પેકીંગ ચા ની વાત કરતા તેમણે જણાવ્યું કે બાર માસ સુધી એક સરખી ચા કોઇ આપી નથી શકતું. 80% ચા ટેસ્ટીંગ જ કોઇ અનુભવી માણસ કરી શકે છે.100% ચા ટેસ્ટીંગ ભારતમાં કોઇ કરી શકતું નથી એવી તેમની માન્યતા જણાવી. ચા, ચોખા અને હીરા વસ્તુ એવી છે કે કોઇને 100% પારખી શકતું નથી.એક વાર ખરીદેલી ચા જયારે તમે બીજી વખત પછી લ્યો છો તો 95% સરખી હોય પરંતુ 4-5% તેમાં ફેરફાર હોય જ છે. એક સરખું બ્લેન્ડ દર વખતે બનતુ નથી.ચાના વ્યવસાયમાં જો તમારે પ્રતિષ્ઠા જાળવી રાખવી હોય તો તેમા તમારે ખૂબ મહેનત કરવી પડે અને તેના જાણધકાર બનવું પડે.કંપનીની ચા લુઝ ચા કરતા 25-30% મોંઘી હોય છે. રાજકોટમાં લુઝ ચા ના વેપારીઓ સારુ બેલન્ડ કરીને સારી ચા આપે છે. ચાનો વેપાર ‘ગુડવીલ’ ઉપર થતો હોય છે.રાજકોટના વેપારનું ભારત ક્ષેત્રે મોટું નામ છે. રાજકોટના વેપારીઓ ખૂબ મહેનત કરીને ભારત આખામાં શહેરનું નામ રોશન કર્યુ છે. ચાનો વેપારએ રજવાડાનો વેપાર કહેવાય. તેમણે આનંદ સાથે જણાવ્યું કે ચા ના વેપારમાં તેઓ ખૂબ સુખી છે અને ચા ના વેપારમાં કોઇ માણસ દુ:ખી થતો નથી.આસામ, કોલકતા વગેરેમાં ચાનું ઉત્પાદન ખૂબ વધારે થાય છે. ચાનો રાજકોટની બજાર ખૂબ માંગ છે જો કે કોરોના બાદ ઘણા માટે વ્યવસાયમાં તેજી આવી છે તો કોઇ માટે મંદી આવી છે. ચાની અંદર કોઇ પણ જાતની ભેળસેળ આવતી નથી. સારી ચા આપવા માટે તેને બ્લેન્ડ કરવું પડે જે ઋતુ પ્રમાણે ચામાં ફેરફાર આવતો હોય છે. સુગંધ અને તાકાત ઘટી જાય છે.