ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયાની (જૂના તથા નવા) કોર્ષનું જાન્યુઆરી ર0ર1ની પરીક્ષાનું પરિણામ જાહેર થવા પામ્યું છે. જેમાં નવો કોર્ષ બંનેગ્રુપમાં રાજકોટના મીત દક્ષિણીએ 558 ગુણ સાથે 69.75% મેળવી રાજકોટ સેન્ટરમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.
ઈન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના આઈપીસીસીનું જાન્યુઆરી ર0ર1ની પરીક્ષાનું પરિણામ જાહેરથયું. જેમાં આઈપીસીસી ગ્રુપ 1નું જૂના કોર્ષનું સરેરાશ પરિણામ 5.11% જાહેર થયું જેમાં 8ર15માંથી 4ર0 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા ગ્રુપ રનું જુના કોર્ષનું 7.95% પરિણામ જેમાં 19807માંથી 1575 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા અને બંને ગ્રુપમાં જૂના કોર્ષમાં પાસ વિદ્યાર્થીઓનું 0.37% પરિણામ જાહેર થયું જેમાં 3749માંથી 14 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા જેમાં 447 ગુણ 63.86% સાથે સમગ્ર ભારતમાં પ્રથમ નંબર પર આવનાર અવિલાશ ગૌરવ જે ગુવાહાટી છે.
તેમજ આ રીતે આઈપીસીસી ગ્રુપ 1નું નવા કોર્ષનું સરેરાશ પરિણામ 1ર.95% જાહેર થયું જેમાં ર6496માંથી 3430 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા ગ્રુપ રનું નવા કોર્ષનું 18.67% પરિણામ જેમાં ર7611માંથી 5154 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા અને બંને ગ્રુપમાં નવા કોર્ષમાં પાસ વિદ્યાર્થીઓનું 9.83% પરિણામ જાહેર થયું.જેમાં 1ર046માંથી 1184 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા.
ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા જે જાન્યુઆરી ર0ર1નું પરિણામ જાહેર થયું તેમાં નવા કોર્ષમાં ટોપ 3 રેન્કર્સ જે અજમેરથી ગીરીશ અસ્વાની 689 ગુણ, 86.13% સાથે પહેલા ક્રમાંકે, જયપુરથી નમન મહેશ્ર્વરી 633 ગુણ 79.13% સાથે બીજા ક્રમાંકે, અને કલકતાથી આયુષ ગુપ્તા 63ર ગુણ, 79% સાથે ત્રીજા ક્રમાંકે છે.
બંને ગ્રુપમાં નવા કોર્ષમાં 97 વિદ્યાર્થીઓથી 6 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા જેમાં મીત દક્ષિણી 558 ગુણ, 69.75% સાથે સમગ્ર રાજકોટ સેન્ટરમાં પ્રથમ ક્રમાંકે છે. જુગલ ગણાત્રા 50ર ગુણ, 6ર.75% સાથે બીજા ક્રમાંક પર તથા મિહિર વાઘેલા 500 ગુણ, 6ર.50% સાથે ત્રીજા ક્રમાંકે છે.રાજકોટ બ્રાંચના ચેરમેન સીએ હાર્દિક વ્યાસ એ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.