શહેરમાં પાંચ વર્ષમાં 550થી વધુ કાર્યક્રમો આપી સંગઠનને વધુ મજબૂત બનાવનાર અને શહેર ભાજપ પ્રમુખ તરીકે પાંચ વર્ષ પૂર્ણ કરનાર કમલેશ મીરાણીએ જણાવ્યું હતં કે શહેર ભાજપ સંગઠન ગુજરાતમાં નંબર વન બન્યું છે. અને પેજ પ્રમુખની કામગીરી સર્વશ્રેષ્ઠ રહી છે.
શહેર ભાજપના પ્રમુખ તરીકે પાંચ વર્ષ પૂર્ણ કરતા સફળતાના સુકાની કમલેશ મિરાણીને આજે ભાજપ અગ્રણીઓ, કાર્યર્ક્તાઓ, શુભેચ્છકો, સમર્થકોએ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષો દરમ્યાન કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ નું સંગઠન ગુજરાતમાં નંબર વન તરીકે ઉભરી આવ્યુ છે.આ તકે કમલેશ મિરાણીએ છેલ્લા પાંચ વર્ષોમાં સૌનો સાથ, સૌનો વિકાસ ના મંત્ર સાથે પાર્ટીનો વ્યાપ વધારવામાં સહભાગી થનાર તમામ કાર્યર્ક્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.આ તકે કમલેશ મિરાણીએ જણાવ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટની ચારેય બેઠકો પર કાર્યર્ક્તાના અથાક પિરશ્રમને કારણે જવલંત વિજય મેળવી ભાજપાનો ભગવો લહેરાયો, ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે સતત બીજીવાર રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણી આરૂઢ થયા, લોક્સભા ચૂંટણીમાં ભાજપે ઉજળો દેખાવ ર્ક્યો તેમજ હાલમાં સંપન્ન થયેલ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ન ભુતો ન ભવિષ્યતિ ના મંત્રને સાર્થક કરતા મહાનગરપાલિકાની 7ર બેઠકો માં થી 68 બેઠકો પર જવલંત વિજય પ્રાપ્ત ર્ક્યો.તેમજ પ્રદેશ અધ્યક્ષ્ા સી.આર.પાટીલજીના માર્ગદર્શન હેઠળ પેજપ્રમુખ અને પેજસમિતિની કામગીરીમાં રાજકોટ શહેર ભાજપ સંગઠન ગુજરાતભર સર્વપ્રથમ આવવાનું બહુમાન મેળવ્યુ છે તેનો ગર્વ છે. આ ઉપરાંતમાં મારા શહેર ભાજપ પ્રમુખપદના કાર્યકાળ દરમ્યાન શહેર ભાજપ ધ્વારા વિકાસ પર્વ સંમેલન, વડાપ્રધાન નરેનદ્રભાઈ મોદીનો રોડ-શો, ભારત માતા ગૌરવ કુચ, તીરંગા યાત્રા, નર્મદા અવતરણ, સૌની યોજના, રાજકોટ શહેરમાં ગુજરાતની સૌપ્રથમ એઈમ્સ હોસ્પિટલનું નિર્માણ, અટલ સરોવર, આધુનીક બસ સ્ટોપ, ન્યુ રેસકોર્ષ, અનેક ઓવરબ્રીજ- અન્ડરબ્રીજ અને કોરોનાની મહામારીમાં પાર્ટીના માધ્યમથી લોક્સેવા કરવાનો એક અનેરો અવસર મળ્યો છે જે મારા કાર્યકાળના ઈતિહાસમાં યાદગાર સંભારણુ બની રહેશે. રાજકોટના ઇતિહાસમાં આ સોનેરી ક્ષ્ાણોના કાર્યર્ક્તાઓના માધ્યમથી સાક્ષ્ાી બનવાનું મને હંમેશા ગૌરવ રહેશે એમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું.