માઓવાદીઓ પાસેથી એકે-47 સહિતના હથિયારો કબ્જે કરાયાં
પૂર્વીય મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લાના ખોબ્રેમેન્દા જંગલમાં સોમવારે ક્રેક -60 કમાન્ડો સાથેની ભીષણ ગોળીબારમાં માર્યા ગયેલા પાંચ માઓવાદીઓમાં ભાસ્કર હિચામી(46) પણ ઠાર મરાયો છે. તેની સામે 155 ગુનાઓ નોંધાયેલા છે,જેમાં 41 હત્યા અને 78 એન્કાઉન્ટરનો સમાવેશ થાય છે. તેની ઉપર 25 લાખનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. માઓવાદીઓ પાસેથી એકે 47, એક 303 રાઇફલ, 8 મીમી, 12 બોર રાઇફલ, ડિટોનેટર અને એક લેપટોપનો મુદામાલ જપ્ત કરાયો છે. માર્યા ગયેલા પાંચ લોકો ઉપરાંત, તેમના સાથીઓના બે મૃતદેહોને માઓવાદીઓએ તે જગ્યાએથી ખેંચીને લઈ ગયા હતા.
હિચામી માઓવાદીઓના ઉત્તર ગડચિરોલી વિભાગના સેક્રેટરી તેમજ દંડકારણ્ય વિશેષ ઝોનલ કમિટીનો સભ્ય વર્ષ 2019માં જાંબુલખેડા વિસ્ફોટના મુખ્ય સૂત્રધાર હતો. જેમાં 15 પોલીસ કર્મચારી અને એક નાગરિક માર્યા ગયા હતા.જાણવા મળ્યું છે કે, હિચામી તેની પત્ની રામકોની શંકાસ્પદ એન્કાઉન્ટર મૃત્યુથી નારાજ હતો અને તેણે જાંભુલખેડા બ્લાસ્ટ અને બદલો તરીકે દાદાપુર આગ લગાડવાની યોજના ઘડી હતી.વિસ્ફોટ પહેલા હિચમી હેઠળ નક્સલીઓએ દાદાપુર ગામમાં 30 થી વધુ વાહનોને સળગાવી દીધા હતા.ગોળીબાર કરાયેલા પાંચ લોકોમાં અન્ય માઓવાદી કેડર ટીપાગઢ એલઓએસનો ડેપ્યુટી કમાન્ડર સુખદેવ નીતામનો પણ સમાવેશ થાય છે. તેની સામે પણ હત્યાના પાંચ કેસ નોંધાયેલા હતા. અન્ય બે માઓવાદી જાનહાનિમાં કસનાસુર એલઓએસના અમર કુંજમ અને પ્લટૂન 15ની સુજાતા આતરામ તરીકે ઓળખ કરાઈ છે.
આ અંગે નક્સલ રેન્જના ડીઆઈજી સંદીપ પાટીલે જણાવ્યું હતું કે, તે વિસ્તારના માઓવાદીઓની હિલચાલ અંગે માહિતી મળ્યા બાદ જિલ્લાના ઉત્તરીય ભાગમાં કામગીરી ચાલુ કરાઈ હતી. લગભગ બે દિવસ પહેલા પ્રારંભિક એન્કાઉન્ટર પછી અમારી પહેલી પાર્ટી પાછી ફરી હતી. ત્યારબાદ નક્સલ વાદીઓએ અપેક્ષા રાખી ન હતી કે આપણે ટૂંક સમયમાં બીજી ટીમની રચના કરીશું. આથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પાટિલે કહ્યું, આજે અમે નક્સલવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા હતા અને તેમને ઓછામાં ઓછા એક્ઝિટ પોઇન્ટ સાથે છોડી દીધા છે. નક્સલીઓએ એક સાંકડી પટ દ્વારા ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ મહદઅંશે નિષ્ફળ રહ્યા હતા.