જય વિરાણી, કેશોદ: કેશોદના પ્રભાસ નગર વિસ્તારમાં રહેતો 22 વર્ષના યુવાનને આર્મીમાં ભરતી થવાના જુસ્સાએ જ તાકાત અપાવી, આર્મીમાં જવા માટે સખ્ત મહેનત કરી હતી. કહેવાય છે ને માણસની અંદર કોઈ ને કોઈ ખાસિયત હોય છે, ત્યારે જ કેશોદની વાત કરીએ તો સાગરભાઈ જીતુભાઈ ચૌહાણની તો સાગરને પહેલેથી જ આર્મીમાં ભરતી થઈ દેશ સેવા કરવાની ઈચ્છા હતી અને નિયમિત પ્રેક્ટિસ શરૂ કરી હતી. પણ કોઈ સંજોગોવત આ સ્વપ્ન સાકાર ન થયું બાદમાં સાગર ના પરિવારે સીંગદાણાના મિલમાં શ્રમિકોનો કોન્ટ્રાકટ રાખવાનું શરૂ કર્યું હતું આ યુવાન નો પરિવાર પહેલેથી જ મજુરી કામ કરે છે ત્યારે સાગરની ખાસીયતની વાત કરીએ તો સાગર ખૂબ નાની ઉંમરમાં જ પોતાના પરિવાર સાથે સિંગદાણામાં જતો હતો ત્યારબાદ ધીરે-ધીરે તેમણે સિંગદાણા મિલમાં કામ શરૂ કર્યું હતું બાદમાં જેમ ઉંમર થતી ગઈ તેમ સાગર ને આવો એક વિચાર આવ્યો કે હું 60 કિલો વજન ધરાવતી કોઈ પણ ગુણી દાંત થી ઉપાડી શકું કે કેમ ? ત્યારબાદ તેણે આવી એક કોશિશ કરી તો તે પોતે 60 કિલો જેટલા સિંગદાણાનો કટો લઈ 100 મીટર સુધી આરામથી ચાલી શકે છે.
આ યુવાને જણાવ્યું હતું કે આટલો વજન દાંત થી ઉચકયા બાદ તેમણે પોતાના એ પોતાના આવા ફોટા સોશિયલ મીડિયામાં મુકતા મિત્રો તેમની સાથે શરતો લગાડતા અને સાગરને નાણાં પણ મળતા હતા પરંતુ તે રકમ સાગર પોતાના ખિસ્સામાં રાખવાને બદલે ગાયોને ચારો નાખી સેવાનું કાર્ય કરી રહ્યાં છે.
સાગર ચૌહાણ કોઈ પણ બાઈકને આસાનીથી ઉપાડી ખંભા પર લઇ શકે છે.જો કે બાઈક નીચે ન પડે તે માટે અન્ય વ્યક્તિનો સામાન્ય સહારો લે છે.આ યુવક જ્યારે આર્મીની ભરતીમાં જવાની તૈયારી કરી રહ્યોં હતો એ સમયે 3 મહિના માત્ર બટેટાનો જ ખોરાકનો ઉપયોગ કર્યો હતો અન્ય કોઈ વસ્તુ આરોગી ન હતી. પણ તેમને આર્મી માં જવાનું સપનું સાકાર ન થયું કારણકે તેમના પોતાના હાથો પર અલગ-અલગ પ્રકારના ત્રાજવા (ટેટુ) દોરેલા હોવાથી આર્મી માં સિલેક્ટ ન થઈ શક્યો તે માટે તેમની એક આ આશા અધૂરી રહી ગઈ છે.
જ્યારે સાગર સીંગદાણાના કટા પોતાના દાંત વડે ઊંચકે છે ત્યારે તેમના પરિવાર ના દરેક સભ્યો પણ ગર્વ અનુભવે છે.અને સાગર ને વધુમાં વધુ તાકાત આપે તેવા પરિવારે આશીર્વાદ પણ આપ્યા હતાં.