મેષ
આ સપ્તાહ દરમ્યાન પણ વણસેલાં સંબંધોમાં સુમેળ સધાવાની શકયતાઓ. નવા વાહનો તેમજ જમીન મકાન પ્લોટ ખરીદવાંનાં સંયોગો. પિત પ્રકૃતિ વાળાએ જાતકો એ આરોગ્ય અંગે ખાસ કાળજી રાખવી. તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ જથ્થાબંધ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ, અતિ વ્યસ્ત તેમજ થોડુ થોડું લાભદાયક નીવડશે. છુટક વ્યાપારી માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ થોડુ સાનુકુળ નીવડશે. ખાનગી નોકરીયાતો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ, મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ સાનુકુળ અને કામકાજવાળું નીવડશે. 29 માર્ચ, 2 એપ્રીલનાં દિવસો સામાન્ય રહેશે.
વૃષભ
સરકારી ત્થા ખાનગી બેંકનાં કર્મચારીઓ/ અધિકારીઓ, નાણાકીય સલાહકારો, વીમા એજન્ટ્સ, વીમાં કંપનીનાં ઓફિસર્સ, ખાનગી એકાઉંટ ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી તેમજ અતિ વ્યસ્ત જણાશે, આ સાથે નવી તકો પણ મળવા સંભાવના. તમામ કદનાં ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તથા હળવું સાનુકુળ નીવડશે. વ્યાપાર વણિજ ક્ષેત્રે છુટક વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. અન્ય વ્યાપારીઓ માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ તથા સરેરાશ જણાશે. આર્ટ્સ ત્થા સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ, બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે સારુ સપ્તાહ. મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. 2 તથા 3 એપ્રીલનાં દિવસો સામાન્ય રહેશે.
મિથુન
ખાનગી શૈક્ષણિક એકમ તથા મહાવિદ્યાલયનાં જાતકો તથા નાણાકીય એકમનાં જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળુ નીવડશે. ઈમીટેશન જવેલરીઝનાં ઉત્પાદક તથા વ્યાપારીઓ માટે આ સપ્તાહ ખુબ ફાયદાકારક નીવડશે. આયાત નિકાસનાં નાના મોટા એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. અન્ય, ઓદ્યોગિક એક્મ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરળ ને સાનુકુળ નીવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે કુટુંબ -પરિવાર જનો તથા મિત્ર વર્તુળમાંથી સાથ સહકારના સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે ફાયદાકારક સપ્તાહ. નિવૃતો, છાત્રો માટે મધ્યમ સપ્તાહ રહ્શે. 29 માર્ચ તથા 2 એપ્રીલનાં દિવસો સામાન્ય તથા પ્રતિકુળ રહેશે.
કર્ક
કાગળ, તમામ પ્રકારની પ્રિંટ્સ, તથા પ્રકાશન એકમ, નાના મોટા પ્રિંટીંગ એકમનાં જાતકો તથા સ્ટેશનરી સંબંધિત ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. વ્યવસાયિક કલા તથા ક્ધસ્લ્ટન્સી ફર્મ, સર્વિસ-બિઝનેશ નાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક જણાશે. સેલેબલ પર્શન તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ઓદ્યોગિક એકમ ત્થા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. પરિવાર જનો કે સગાં સાથે હળવાં વાદ વિવાદના સંયોગો બને છે. નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 28 માર્ચ તથા 1 એપ્રીલ નાં દિવસો સામાન્ય નીવડશે
સિંહ
કાર્ગો એવમ કુરીયર એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવુ પ્રતિકુળ રહેવાનાં સંયોગો. આ સપ્તાહ દરમ્યાન એક સરખા આવક તથા જાવકનાં સંયોગો બનતાં હોવાંથી, આથી, સમજી વિચારીને વહીવટ, વ્યવહાર તેમજ ખર્ચા કરવાં. તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ વ્યસ્ત ત્થા હળવું લાભકારી નીવડશે. જથ્થાબંધ વ્યાપારી એકમ ના જાતકો માટે આ સપ્તાહ પણ ચડાવ ઉતાર વાળુ પણ લાભકારી જણાશે. છુટક વ્યાપારી એકમનાં જાતકો માટે બહુ લાભકારી સપ્તાહનાં શકયતાઓ. સરકારી કર્મચારી માટે ભાગદોડ વાળુ સપ્તાહ, સાથે બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે હળવું લાભદાયક સપ્તાહ. વિદ્યાર્થીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ લાભકારી રહેશે. 31 માર્ચ પ્રતિકુળ રહેશે.
કન્યા
સ્વગૃહી બુધ તેમજ ઊચ્ચસ્થ બુધ વાળા તમામ જાતકો માટે આ સપ્તાહ ખુબ જ ફાયદાકારક નીવડશે, સાથોસાથ અણધાર્યા લાભ થવાં/મળવાંનાં સંયોગો બને છે. કોમોડીટી, શેરબજાર કે સટ્ટાનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકર્તા જણાશે.
મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર- વણિજનાં તમામ એકમનાં જાતકો માટે આ સપ્તાહ પ્રગતિકારક નીવડશે. ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. આ સપ્તાહ પણ સરકારી કર્મચારી વર્ગ માટે લાભદાયક નીવડશે. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. ફકત 30 માર્ચનો દિવસ જ અર્ધ-સામાન્ય નીવડશે.
તુલા
મેટલનાં વ્યાપારી જાતકો તથા મેટલ પાર્ટસનાં ઉત્પાદકો તથા વ્યાપારી માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ હળવું ફાયદાકરક નીવડશે. કેમિકલ્સ એકમનાં જાતકો તેમજ ફાર્માકેમિક્લ્સ એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડવાનાં સંયોગો. આ સિવાયનાં તમામ કદનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક ત્થા સાનુકુળ નીવડશે. વ્યાપાર–વાણિજયક એકમોનાં જાતકો માટે આ સપ્તાહ પણ ભાગદોડ વાળુ તથા હળવું વ્યસ્ત જણાશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકુળ કે યથાવત જણાશે પરંતુ સાથે બદલી-બઢતીની શકયતાઓ. મહિલા કર્મીઓ, નિવૃતો, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. 1 તથા 3 એપ્રીલનાં દિવસો જ સરેરાશ નીવડશે.
વૃશ્ચિક
પ્રવાહી ખાદ્ય પેયનાં ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. તથા રસાયણિક દ્રવ્યો/ ખાતરનાં ઉત્પાદક તથા જથ્થા બંધ વ્યાપારી ત્થા વિક્રેતા માટે આ સપ્તાહ ખુબ જ લાભકારક નીવડશે. સર્વિસ તથા કંસ્લ્ટીંગ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ પણ ઉતમ. આ સિવાયનાં તમામ ઔદ્યોગિક એકમના જાતકો ત્થા જનરલ તથા અન્ય નાના મોટા તમામ વ્યાપારીઓ માટે આ સપ્તાહ હળવું લાભકર્તા નીવડશે. સરકારી તથા ખાનગી શૈક્ષણિક એકમ સાથે જોડાયેલ તમામ જાતકો માટે સારુ સપ્ત્તાહ. ખાનગી ક્ષેત્રનાં તમામ કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું વ્યસ્ત તથા ભાગદોડ વાળુ જણાશે. નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ લાભકારી રહેશે. પ્રથમ એપ્રીલ જ સામાન્ય રહેશે.
ધન
આયુર્વેદીક વૈદ્ય, આયુર્વેદીક ફાર્મસી, તથા હર્બલ, પ્રાકૃતિક ચિકિત્સા સંબંધિત એવમ આયુર્વેદ સંબંધિત તેનાં તમામ ઔષધ નિર્માણ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ટ્રાવેલ્સ કે હોટેલ બૂકીંગ્સ સાથે જોડાયેલા તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. તમામ ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ રહેશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તથા લાભકારી રહેશે. કુટુંબ -પરિવાર જનો તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતા અકબંધ. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તથા લાભકારી રહેશે. 28 તથા 29 માર્ચ સામાન્ય તથા પ્રતિકુળ રહેશે.. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)
મકર
ગૃહ ઉદ્યોગ તેમજ નાનાં નાનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તેમજ હળવું ફાયદાકરક નીવડશે. ફાઈનાંસ એકમનાં જાતકો ત્થા બેંક કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ + સરેરાશ નીવડશે. આ સિવાયનાં તમામ ઔદ્યોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ ભાગદોડવાળું નીવડશે. વ્યાપાર-વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક નીવડશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું સાનુકુળ રહેશે. ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. નજીકનાં મિત્રો સ્નેહીઓ તરફથી સાથ સહકાર યથાવત રહેશે. યુવા વર્ગ, છાત્રો, મહિલા કર્મીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. ફકત, 23, 24 માર્ચ સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ
અગ્નિ, વિદ્યુત, બળતણ દ્વારા ક્રિયા–પ્રક્રિયા ધરાવતાં ધાતુ/લોખંડ મશીનરીઝનાં એકમ એવમ તેનાં પ્રત્યેક પાર્ટ્સનાં ઔદ્યોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. શેર બજાર, વાયદા બજાર કોમોડીટીનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે, ઉતારચડાવ જોવા મળશે. ડ્રાઈવર્સ સમેત ટ્રાસ્પોર્ટેશંસ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ઓદ્યોગિક એકમ તથા મોટા વ્યાપાર વાણિજયનાં જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તથા હળવું સાનુકુળ નીવડશે, સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભદાયક ને દોડધામવાળું સપ્તાહ. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલાકર્મીઓ, ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ લાભકારક રહેશે. 28 ત્થા 29 માર્ચ સરેરાશ રહેશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)
મીન
ખાનગી તથા સરકારી શૈક્ષણિક સંસ્થાનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ખાનગી એકાઉંટ ક્ષેત્ર તથા વિમા એજન્સીઝ, તેમજ ખાનગી બેંકીંગ/ફાયનાંસ એકમ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તથા લાભદાયી નીવડશે. અન્ય, ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત નીવડશે. તથા ગ્રેઈન ગ્રોસરીઝનાં વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ પણ વ્યસ્ત ને લાભકારી નીવડશે. નાના ત્થા છુટક વ્યાપારી માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ હળવું લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ બહુ જ લાભદાયક નીવડશે. નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે. કેવળ 2 એપ્રીલ મધ્યમ નીવડશે.