મોરબી શહેર વિસ્તારમાં અમુક વાહન ચાલકો તેમના બુલેટમાં મોડીફાઇડ કરેલ સાયલેન્સર લગાવી વધુ અવાજ થાય તે રીતે ચલાવે છે અને જાહેર માર્ગો પર સ્ટંટ કરે છે આ વાયરલ થયેલા વિડીયો બાદ તમામ આવરા તત્વોને શોધી તેની શાન મોરબી પોલીસે ઠેકાણે લાવી દીધી હતી અને આવા તત્વો જોવા મળે તો તેના હેલ્પલાઇન નંબર પણ મોરબી એસપી એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈ દ્વારા જાહેર કરી લોકોએ પોલીસને જાણ કરવા અપીલ કરી હતી જો કે હાલ પણ આ કામગીરી મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા ચાલુ જ રાખવામાં આવી છે જેમાં મોરબી ટ્રાફિક ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલસાહેબ જણાવ્યું હતું કે જે લોકો આ રીતે સ્ટંટ કરે છે અને મોડી ફાઇડ બુલેટ અને બાઈક બનાવી બે ફિકરાઈથી ચલાવે છે તેવા કુલ 100 જેટલા બાઈક અને પોતાની કારમાં બ્લેક ફિલ્મ લગાવી તથા અમુક વાહન ચાલકો વાહનોમાં નંબર પ્લેટ લગાવતા નથી અને વાહન બેફામ રીતે ચલાવી તથા કારમાં ગેરકાયદેસર લખાણ લખાવી મોરબી શહેરના માર્ગો પર ફરી રહેલ હોય જેથી જીલ્લા એસ.પી.શ્રી સુબોધ ઓડેદરાએ આ સંબંધે તાત્કાલીક કાર્યવાહી કરવા મોરબી ટ્રાફિક શાખાને સૂચના આપતા ટ્રાફિક શાખાના અધિકારી તથા કર્મચારીઓની ટીમો બનાવી ડબલ સાયલેન્સર વાળા બુલેટો તથા પૂરઝડપે તેમજ નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો, મોટર-કાર વાહનોને ઝડપી પાડી જેમાં વાહનને લગતા દસ્તાવેજી કાગળો કે ચાલકનું લાયન્સ સાથે નહિ રાખેલ તેવા વાહનોને એમ.વી.એકટ 207 મુજબ કુલ-140 થી વધુ વાહનો છેલ્લા પાંચ દિવસમાં જ ડીટેઇન કરેલ છે તથા કારમાં બ્લેક ફિલ્મ લગાવી તથા ગેરકાયદેસર લખાણ તથા સુશોભીત નંબર પ્લેટ લગાવી તથા રોંગ સાઇડમાં વાહન ચલાવી તથા ચાલુ વાહને મોબાઇલ ફોનમાં વાત કરતા વાહન ચાલકો વિરૂધ્ધ એન.સી. કેસો કુલ-112 કરી તેનો સ્થળ દંડ રૂ.54100/- વસુલ કરેલ છે
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને તબિયતની કાળજી લેવી, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો ,મધ્યમ દિવસ.
- બસ એક શ્રાપ અને ભુતોએ જમાવ્યો આ મહેલ પર કબ્જો
- વલસાડના પારડી સાંઢપોરની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સિદ્ધિ મેળવી
- ધ્રાંગધ્રા: અમદાવાદના શખ્સ સાથે રૂ.એકના ડબલ કરવાના ઇરાદે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
- ગુજરાતના યુવાનો પોતાની નિપુણતાના પરિચયથી ‘વિકસિત ભારત’ માટે યોગદાન આપે : રાજ્યપાલ
- ડાંગ: સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ માસની ઉજવણી કરાઈ
- અમદાવાદ : હિમાલયા મોલમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ , ACમાં શોર્ટસર્કિટના કારણે બની હતી ઘટના
- સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોના પરિણામે થયું 61મું સફળ અંગદાન