એમ.ઓ.યુ. અંતર્ગત જોઇન્ટ રીસર્ચ પ્રોજેકટ, કોન્ફરન્સ, ફેકલ્ટી ડેવલપમેન્ટ જેવા મહત્વના વિષયો પર સુમેળ સાધી સર્વાંગી વિકાસને ધ્યાને લઇ કાર્યો કરાશે
સમગ્ર ગુજરાતની જનતા ફીટ રહેએ માટે મારે કાર્ય કરવાનું છે: કુલપતિ ડો. અર્જુનસિંહ રાણા
સ્વર્ણિમ ગુજરાત સ્પોટર્સ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા ભારતીય શિક્ષણ મંડળ દ્વારા સ્થાપિત રીસર્ચ ફોર રીસજન્સ ફાઉન્ડેશન સાથે તા.24 માર્ચ 2021ના રોજ વિદ્યાર્થીઓ, અધ્યાપકો, પ્રાધ્યાપકો, પ્રશિક્ષકો ની સ્વર્ણિમ વિકાસયાત્રા માં બંને ઇન્સ્ટિટયૂટના પારસ્પરિક હિતોને ઉત્તેજન અને વિકાસ માટે ઉચ્ચ શિક્ષણ, સંશોધન તેમજ પ્રશિક્ષણ કાર્યમાં પરસ્પર એકેડેમિક, રિસર્ચ અને ટેકિનકલ સહયોગ સાધવા સમજૂતી કરાર કરવામાં આવેલ, આ એમ.ઓ.યુ. અંતર્ગત જોઇન્ટ રીસર્ચ પ્રોજેકટ, કોન્ફરન્સ, ફેકલ્ટી ડેવલપમેન્ટ જેવા મહત્વના વિષયો પર પરસ્પર સુમેળ સાધી સર્વાગી વિકાસને ધ્યાને લઇને કાર્યો કરવામાં આવશે.
ભારતીય શિક્ષણ મંડળ દ્વારા સ્થાપિત રીસર્ચ ફોર રીસર્જન ફાઉન્ડેશન અને સ્વર્ણિમ ગુજરાત સ્પોટ્સ યુનિવસિર્ર્ટી સાથેના સમજૂતી કરાર અન્વયે સંશોધન ક્ષેત્રે ભારતીય સંસ્કૃતિ, ભારતીય વિચાર તથા ભારતીય જ્ઞાન પરંપરાના સુભાગ સમન્વયથી યુનિવર્સિટીમાં શારીરિક શિક્ષણ તથા રમત વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટ સંશોધન થાય તેવા હેતુથી રમત ગમતના તજજ્ઞો સાથે વિવિધ સંશોધનના વિષયો તથા નવી જ્ઞાન પ્રણાલી માટે અવનવા વિચાર તથા પ્રયોગ સાથે મળીને કરવામાં આવે તેવી ઉત્કૃષ્ટ વિચાર અખિલ ભારતીય ગુરુકુળ પ્રકલ્પના સહ સંયોજક ડો. દિપક કોઇરાલાજી દ્વારા વ્યકત કરવામાં આવેલ હતી.
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. અંર્જુનસિંહ રાણાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારએ મારા પર વિશ્ર્વાસ મુકી અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવસિર્ર્ટીનું સુકાન સોંપ્યું છે. સાથે સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ફીટ ઇન્ડિયા મુવમેન્ટના ગુજરાત રાજયના બ્રાન્ડ એમ્બેસેડર તથા નોડલ ઓફિસર તરીકે ગુજરાતના નિર્ણાયક મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જવાબદારી સોંપી છે. ત્યારે સમગ્ર ગુજરાતની જનતા ફીટ રહેએ માટે મારે કાર્ય કરવાનું છે અને હું વડાપ્રધાન મોદીના વિઝન અને નિર્ણાયક મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના મિશનને દ્રઢ સંકલ્પ લઇને જન-જન સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છું. ભારતીય શિક્ષણ મંડળ દ્વારા સંશોધનને લગતા કાર્યક્રમ થાય તથા તજજ્ઞો માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ થાય તે માટે સ્વર્ણિમ ગુજરાત સ્પોટ્સ યુનિવર્સિટી તરફથી ટેકિનકલ સપોર્ટ પૂરો પાડવા માટે વિશ્ર્વાસ પ્રગટ કર્યો હતો. ગુજરાત રાજયના એનજેર્ટિક અને યગ રમતગમત મંત્રી ઇશ્ર્વસિંહ પટેલજીના સતત માર્ગદર્શન હેઠળ સ્વર્ણિમ ગુજરાત સ્પોટ્સ યુનિવસિટી ગુજરાતના પ્રત્યેક ડિસ્ટ્રિકટ અને તાલુકા સુધી ફિટનેસ, વેલનેસ, ફીઝીકલ એક્ટિવિટી અને સ્પોર્ટ્સ પહોંચાડીને જે કાર્ય કરે છે તેમાં ભારતીય શિક્ષણ મંડળ સાથે આજે જોડાઇને આ કાર્યને વધારે વેગવંતુ અને વધારે લોકો સુધી પહોંચાડવાનું કાર્ય હાથ ધરેલ છે. આ એમ.ઓ.યુ. થકી યુનિવર્સિટીના મહત્તમ પ્રસ્થતાપિત કરી શકાશે. કુલપતિ ડો. અર્જુનસિંહ રાણા દ્વારા ભારતીય શિક્ષણ મંડળ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના ફિટ ઇન્ડિયા વિઝન અને નિર્ણાયક મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનુ હેલ્થી ગુજરાત મિશન પૂર્ણ થાય તે પ્રમાણેની કાર્યવાહી આગામી સમયમાં સાથે રહીને કરવામાં આવશે તેવો ીવશ્ર્વાસ પ્રગટ કર્યો.
આ કાર્યક્રમ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. અર્જુનસિંહ રાણા તથા ભારતીય શિક્ષણ મંડળના અખિલ ભારતીય ગુરુકુળ પ્રકલ્પના સહ સંયોજક ડો. દિપક કોઇરાલાજી તથા પૂર્ણ કાલીન સભ્ય જ્ઞાનેશ્ર્વર ગાયકવાડ ઉપસ્થિત રહી એમ.ઓ.યુ. સાઇન કરેલ હતું.