બંને દેશ વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ મુજબ ઇન્ટરપોલ દ્વારા થતી કાર્યવાહીથી ગંભીર ગુનાના આરોપીનો સજામાં થતો બચાવ
વિજય માલ્યા અને નિરવ મોદીનું અત્યાર સુધી પ્રત્યાર્પણ થઇ શકયું નથી ઇન્ટરપોલની મધ્યસ્થી વચ્ચે આવે એટલે કેસ વધુ પેચીદો બનતો હોવાનું તારણ
જામનગરના ભૂ માફિયા જયેશ પટેલને લંડનથી ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે પરંતુ તેને પ્રત્યાપર્ણની સંધી અને ઇન્ટરપોલની આટીઘૂટીના કારણે જયેશ પટેલને ભારત લાવવામાં નેવાના પાણી મોભે ચડાવવા જેવી ઘટના બની ગઇ છે. અનેક બેન્કમાં ફુલેકુ ફેરવી મોટુ આર્થિક કૌભાંડ આચનાર વિજય માલ્યા અને નિરવ મોદીને હજી સુધી ભારતમાં લાવી શકયા નથી ત્યારે જયેશ પટેલને જુલાઇ સુધી ભારત લાવી શકયા તેવા કોઇ સંજોગો જણાતા નથી ભારત સરકાર દ્વારા જયેશ પટેલને ભારત લાવવાના લંડન કોર્ટમાં કાનૂની જંગ ચાલી રહ્યો છે.
જામનગરના નામાંકિત વકીલ કિરીટ જોશીની હત્યા સહિત અન્ય 45 જેટલા ગંભીર ગુનાઓમાં ફરાર જયેશ પટેલની લંડનમાંથી થોડા દિવસ પૂર્વે ધરપકડ કરાયા બાદ બુધવારે તેને લંડની કોર્ટમાં રજૂ કરાયો હતો. જયેશ પટેલ કોર્ટની કાર્યવાહી સમજી શકે તે માટે હિન્દી દુભાષિયાની મદદ લેવામા આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
જમીન માફિયા જયેશ પટેલનો અસલી પાસપોર્ટ જામનગર કોર્ટમાં જમા છે. તે બોગસ પાસપોર્ટના આધારે લંડન પહોંચ્યો હોવાનો ખુલાસો થયો છે. હાલ જયેશ પટેલ સામે લંડન માં બોગસ પાસપોર્ટ ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ધારા હેઠળ ત્યાંની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ જયેશ પટેલને ભારત લાવવામાં આવે તેવી શક્યતા છે.
જયેશ સામે 45 કરતા વધુ ગુનાભૂમાફિયા જયેશ પટેલ સામે જામનગર સહિત ગુજરાત અને મહારાષ્ટ્રમાં હત્યા, ધમકી, ખંડણી, જમીન પચાવી પાડવી જેવા 45 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. નામાંકિત વકીલ કિરીટ જોશીની હત્યા માટે જયેશ પટેલે 3 કરોડની ખંડણી આપી હોવાનો ખુલાસો પણ થયો છે. જયેશની લંડનમાં, સાગરિતોની ભારતમાં ધરપકડવકીલ કિરીટ જોશીની હત્યા મામલે જયેશ પટેલની લંડનમાં ધરપકડ કરવામા આવી છે. તો તેના ત્રણ સાગરિતની કલકત્તાથી ધરપકડ કરવામા આવી હતી. હાર્દિક ઠક્કર, દિલીપ ઠક્કર અને જયંત ગઢવી નામના ત્રણેય શખ્સોની ધરપકડ કરાયા બાદ જામનગર પોલીસે હાલ ત્રણેયને 12 દિવસના રિમાન્ડ પર લીધા છે. ત્રણેય ભાડુતી મારાઓ વકીલ કિરીટ જોશીની હત્યા નિપજાવ્યા બાદ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ચાર દેશ અને સાત રાજ્યોમાં ભાગતા ફરતા હોવાનો ખુલાસો થયો છે.
લંડન કોર્ટમાં જયેશ પટેલને ભારત લાવવાની ચાલી રહેલી કાર્યવાહી ઇન્ટરપોલના માધ્યમથી થતું હોય છે ત્યારે આરોપીના ગુનાની વિગતો સાથેના તમામ કેસ પેપર રજુ કરવાની જોગવાય હોવાથી ગુનાની ગંભીરતા ધ્યાને લઇ આરોપીનો કબ્જો આપવો કે નહી તે અંગેનો નિર્ણય લેવામાં આવતો હોવાથી જયેશ પટેલ સામે નોંધાયેલા આર્થિક અને ક્રિમીનલ ગુનાની વિગતો એકઠી કરવા પોલીસ સ્ટાફ ધંધે લાગ્યો છે. વિજય માલ્યા અને નિરવ મોદી સામે આર્થિક ગુના છે તેમ છતા લાંબા સમયથી ભારત સરકાર દ્વારા બંનેને ભારતમાં લાવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે પરંતુ હજી સુધી બંનેનો કબ્જો મળ્યો નથી ત્યારે જયેશ પટેલનો કબ્જો ભારતને કયારે મળે તે અંગે પણ અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.