હોળી-ધૂળેટીના પવિત્ર તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તેને અનુલક્ષીને રાજકોટની બજારોમાં ઢગલામોઢે ધાણી,દાળીયા,ખજુર તેમજ પતાસાના હારડાનું વેચાણ થઈ રહ્યુ છે.
ભારતીય સંસ્કૃતીમાં હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન ધાણી, દાળીયા અને ખજુર તેમજ પતાસા ખાવાનો અનન્ય મહિમા જોવા મળે છે. આજે પણ હોળી પ્રગટાવાય ત્યારે ખજુર, ધાણી,દાળીયા અને પધરાવી હોળીની પ્રદક્ષિણા ફરવાનો ભારે મહિમા છે. વર્ષ દરમિયાન ફકત હોળી અને ધૂળેટીના તહેવાર દરમિયાન જ આ ચિજવસ્તુઓનું વેચાણ થતુ હોય છે. ખજુર,ધાણી,દાળીયા અને પતાસાની ઉજાણીના આ અનેરા તહેવારને અનુલક્ષીને શહેરની બજારોમાં ખજૂર, હાઇડો, દાળિયા અને ધાણીનું વેચાણ થઈ રહ્યું છે.
ખજૂર રૂ.70થી લઈ રૂ.200 સુધીમાં ક્વોલિટી મુજબ વેચાય છે. હાઇડો 80 રૂપિયા કિલોના ભાવે, જ્યારે દાળિયા કિલો દીઠ 120 રૂપિયા અને ધાણી રૂપિયા 120ના ભાવે વેચાય છે.