હોળી અને ધૂળેટી પર્વને ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે તે અંગેની અમુક રસ પ્રદ અને જાણવા જેવી બાબતો વિશેની માહિતી આપણે કદાચ જાણવાની બાકી છે. તો આજે આપણે હોળી વિશે દસ રોચક તથ્યો પર ચર્ચા કરીશું.
મથુરામાં લગભગ 45 દિવસ સુધી હોળીનું પર્વ મનાવવામાં આવે છે.જેનો પ્રારંભ વસંત પંચમીથી થઈ જાય છે. અને અહી ‘લઠ્ઠમાર’ હોળી રમવામાં આવે છે. જેને જોવા માટે ખાસ દેશે-વિદેશથી લોકો આવે છે.
હોળીના તહેવારમાં ‘રંગ’નો ઉમેરો કયારથી થયો તેને લઈને મતભેદ છે. પરંતુ આ દિવસે શ્રી કૃષ્ણએ પૂતનાનો વધ કર્યો હતો. અને તેની ખુશીમાં ગ્રામજનોએ રંગોત્સવ મનાવ્યો હતો.
પ્રથમ હોળીનું નામ ‘હોલિકા’ અથવા ‘હોલાકા’ હતુ. એ સિવાય આજે પણ હોળીને આજે પણ ‘ફાગ’, ધુલેટી અને ‘ડોલ’ના નામથી પણ ઓળખવામાં આવે છે.
આ તહેવારમાં રંગ સાથે જોડાયા પહેલા લોકો એક-બીજા પર ધૂળ અને કિચડ લગાવતા હતા તેથી તેને ધુલેટી કહેવામાં આવે છે.
હોળીના બીજા દિવસેપાણીમાં રંગ ભેળવીને હોળી રમવામાં આવે છે. હોલિકા દહનથી રંગપંચમી સુધી ભાંગ, ઠંડાઈ વગેરેના સેવનની પણ એક પ્રથા છે.
રંગોનો તહેવાર મુખ્ય રીતે 3 દિવસ સુધી મનાવવામાં આવે છે.જેમા પ્રથમ દિવસે હોલિકા દહન, બીજા દિવસે એક બીજાને રંગ અબીલ, ગુલાલ લગાવે છે,જેને ધુલેટી કહેવામા આવે છે. તેમજ ભારતનાં કેટલાક ભાગોમાં પાંચ દિવસ સુધી આ તહેવાર મનાવવામાં આવે છે.
હોળીનો તહેવાર લોકો શત્રુતા ભૂલી જાયછે. અને એક-બીજાને ભેટીને ઉત્સવ મનાવે છે.
મહારાષ્ટ્રમાં ગોવિંદા હોળી એટલે કે મટકી ફોડ હોળી રમાય છે. આ દરમિયાન રંગોત્સવ પણ મનાવાય છે.
તમિલનાડુમાં લોકો હોળીને કામદેવના બલીદાનના રૂપમાં યાદ કરે છે. તેથી ત્યાં હોળીને કમાન પંડિગઈ, કામાવિલાસ અને કામા-દાહાનામ કહે છે. કર્ણાટકમાં હોળીના પર્વને ‘કામના હબ્બા’ તરીકે મનાવાય છે.
આંધ્ર પ્રદેશ, તેલંગણામાં પણ આજ પ્રમાણે હોળી મનાવાય છે. આ સિવાય ગુજરાતમાં પણ ‘ફાગ’ ગાઈને હોળી મનાવવાનું તથા ‘કેસુડા’નાં ફૂલમાંથી બનાવાતા પાણીથી હોળી રમવાનું મહત્વ છે.
હોળીના દિવસે ભાંગ પીવાનું પણ અનેરૂ ચલણ છે. અમુક લોકોનું માનવું છે કે તાડી, ભાંગ, ઠંડાઈ અને ભૂજિયા વિના હોળીનો તહેવાર અધૂરો છે.
હોળીમાં ગોઠવાતા ગાયના છાણાનું ભારતીય સંસ્કૃતિમાં વિશેષ મહાત્મ્ય
આપણી સંસ્કૃતિમાં ગાયના છાણા (ગોબર)નું વિશેષ મહતવ રહેલું છે. ગાયનુ છાણ પર્યાવરણની શુધ્ધિ સાથે માનવજીવનને પણ અનેક રીતે ઉપયોગી છે. ગાયના છાણાનો ધુમાડો કરવાથી વાતાવરણમાથી કિટાણુ, મચ્છરો ભાગી જાય છે પર્યાવરણની શુદ્ધિ થાય માટે જ હોલિકા દહનમાં ગાયના છાણા વાપરવામા આવે છે. ગાયના ગોબરમાંથી માત્રા છાણા જ બનતા નથી. પરંતુ આજકાલ ગેસ અને વીજળીના સંકટ સમયે પણ ગામમાં ગોબર ગેસ પ્લાન્ટ લગાવાઇ રહ્યા છે. કોલસા, એલ.પી.જી. પેટ્રોલ, ડિઝલ જયાં મોંઘા અને પ્રદુષણ કારી સ્ત્રોત છે ત્યાં ગાયના ગોબરમાંથી બનેલા બાયોગેસ કયારેય સમાપ્ત ન થનાર સ્તોત્ર છે. આ ઉપરાંત કૃષીમાં રાસાયણિક ખાતર અને કીટનાશકના બદલે ગાયના છાણનો ઉપયોગ કરવાથી જમીનની ફળદુપતા પણ જાળવી શકાય છે. આજકાલ વધુ ઉત્પાદન મેળવવાની લ્હાયમાં ખેડૂતો રાસાયણિક ખાતર તરફ વળ્યા છે જે માનવજીવનને તો હાનિકારક છે સાથે સાથે પ્રકૃતિને પણ નુકશાન પહોંચાડે છે.
જો દિવાસો પર ગાયના છાણ અને માટીનુ લીપણ કરવામાં આવે તો કેટલાક વર્ષો સુધી કરોળિયાના જાળા થતા નથી. ગરોળી મચ્છર પણ જોવા મળતા નથી. વળી ગોબર વાપરવાથી આપણને સાત્વિકતાનો પણ અહેસાસ થાય છે.