જિયો એક વખત ફરીથી ધમાકો કરવાની તૈયારીમાં છે. 24 ઓગસ્ટ એટલે કે કાલથી ફોન પ્રી બુકિંગ માટે ઉપલબ્ધ થઈ જશે. જિયોએ પોતાની એન્યુઅલ મીટિંગમાં કહ્યું હતું કે, તેમનું ટાર્ગેટ દરેક વીકમાં 40થી 50 લાખ જિયો ફોન વેચવાનો છે. તમને જણાવી દઈએ કે, દેશભરમાં 700 શહેરોમાં રિલાયન્સ ડિજિટલના સ્ટોર છે. તે ઉપરાંત 1,077 જિયો સેન્ટર્સ છે જો 10 લાખ રિટેલર્સને કવર કરે છે. Jio તરફથી બહાર પાડેલી પ્રેસનોટ અનુસાર, બુકિંગ કાલે સાંજે 5 વાગ્યાથી શરૂ થશે. આ ફોનને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે બુક કરાવી શકાય છે.
જિયો ફોનની શરૂઆતી સપ્લાય લિમિટેડ હશે. એક રિટેલરને કંપની 40 હેન્ડસેટ આપશે. રિટેલર પાસે ઓછા હેન્ડસેટ આવશે તો સ્વભાવિક જ છે કે, બધાને ફોન મળી શકશે નહી. એવામાં જિયો ફોન તે લોકોને જ પહેલા મળી શકશે જે પહેલા બુકિંગ કરવાશે અને પહેલા રિટેલર પાસે પહોંચશે.
રિટેલરે આપેલી માહિતી પ્રમાણે મળશે ફોન
રિટેલર પાસે જે લોકોની ડિટેલ પહોંચશે, તેમનું જ તેઓ રજિસ્ટ્રેશન કરશે. આ જાણકારીના આધાર પર કંપની રિટેલર પાસે ફોન પહોંચાડશે. દરેક શહેરમાં કંપનીના રિટેલર છે. જો તમે ઝડપી જિયો ફોન લેવા માંગો છો તો સૌથી પહેલા જિયોના નજીકના રિટેલરથી સંપર્ક કરીને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લો. તમારે રિટેલરને આધાર કાર્ડની કોપી આપવાની રહેશે, તેની સાથે 500 રૂપિયા પ્રી બુકિંગ માટે આપવાના રહેશે, બાકીના 1000 રૂપિયા ફોનની ડિલેવરી વખતે આપવાના રહેશે
એક IDથી ઘણા બધા ફોન કરી શકશો પ્રી-બુકિંગ
એક IDથી જિયોના એક અથવા એકથી વધુ ફોન બુક કરી શકાશે. દરેક ફોન માટે તમારે 1500 રૂપિયાની રકમ ચૂકવવી પડશે જે રિફંડેબલ હશે. આ રકમ 3 વર્ષ બાદ ગ્રાહકને પાછી મળી જશે. જો તમે ફોન જથ્થાબંધ ખરીદવા માંગો છો તો બિઝનેસ કેટેગરીમાં જઈને રજિસ્ટ્રેશન કરાવી શકશો. બુકિંગ કર્યા બાદ સપ્ટેમ્બરથી પહેલા વીકથી જિયો ફોનની ડિલેવરી શરૂ થઈ જશે.
પ્રી-બુકિંગ રકમ
500 રૂપિયા ચુકવીને પ્રી-બુકિંગ થઈ શકે છે. આ રકમ ડિલિવરીનાં સમયે સંપૂર્ણપણે રિફંડેબલ, વન-ટાઇમ, સીક્યોરિટી ડિપોઝિટ એડજસ્ટ કરવામાં આવશે. બાકીનાં રૂ. 1,000 સીક્યોરિટી ડિપોઝિટ પેટે ડિવાઇસની ડિલિવરીનાં સમયે ચુકવવા પડશે. જિઓફોન યુઝર 36 મહિના માટે જિઓફોનનો ઉપયોગ કરી શકે છે અને પછી જિઓફોનને પરત કરીને રૂ. 1,500ની સીક્યોરિટી ડિપોઝિટ સંપૂર્ણપણે રિફંડ મેળવી શકે છે.
Jio.comથી થશે ઓનલાઈન બુકિંગ
-ઓનલાઈન બુકિંગ માટે જિયોની વેબસાઈટ પરથી જ કરી શકાશે. મીડિયા રિપોર્ટની માનીએ તો આ બુકિંગ થોડા કલાકો માટે જ શરૂ થશે. ઓનલાઈન કરતાં ઓફલાઈન બુકિંગ કરાવવી વધારે સરળ રહશે. myjio appથી પણ ફોન બુક કરી શકાશે. તે માટે 23 ઓગસ્ટની રાત્રે 12 વાગ્યાથી અપડેટ થશે.
SMSથી આ રીતે બુક થશે જિયો ફોન
– SMSમાં JP ટાઈપ કરીને એક સ્પેસ આપીને પોતાના વિસ્તારનો કોડ ટાઈપ કરે
– ત્યાર બાદ, એક અન્ય સ્પેસ આપીને વિસ્તારના નજીકના જિયો સ્ટોરનો સ્ટોર કોડ ટાઈપ કરો
– હવે SMSને 7021170211 નંબર પર સેન્ડ કરી દો. તમારૂ રજિસ્ટ્રેશન કરાવો
આ રીતે મેળવો પોતાના નજીકના સ્ટોરનો સ્ટોર કોડ
– જિયોની વેબસાઈટ www.Jio.com જાઓય અહી Find A Store પર ક્લિક કરો અને પોતાનું પિન કોડ નાંખીને સર્ચ કરો
– અહી પોતાના પિન કોડ પર સ્થિત જિયો સ્ટોર્સની લિસ્ટ આવી જશે. જેમાંથી તમારા નજીકના સ્ટોરનો ફોન નંબર પર ફોન કરીને તે સ્ટોરનો કોડ પૂછી લો.
Jio ફોનની સર્વિસ
– જિઓફોન પર વોઇસ કોલ હંમેશા ફ્રી રહેશે
– જિઓ ગ્રાહકોને જિઓફોન પર અનલિમિટેડ ડેટા પૂરો પાડશે.
– જિઓ દર મહિને 153 રૂપિયામાં જ ફ્રી વોઇસ અને અનલિમિટેડ ડેટા આપશે.
– જિઓફોન મેસેજિંગ, મનોરંજન વગેરે ખાસ કરીને જિઓ ટીવી માટે જિઓની એપ્સ સાથે પ્રી-લોડેડ છે.
– જિઓ ટીવીમાં 400 લાઇવ ટીવી ચેનલ્સ તેમજ જિઓમ્યુઝિક અને જિઓસિનેમાની સુવિધા છે, જે તમને વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં લેટેસ્ટ મનોરંજન પુરૂ પાડશે.
– જિયોફોનમાં અતિ લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને સોશિયલ નેટવર્કિંગ એપ્સ સામેલ પણ આપવામાં આવેલી હશે, યૂઝર્સ તેની મજા માણી શકશે.