યુનિટ વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 14 વર્ષથી સતત દિવ્યાંગોમાં રહેલી રમત ગમતની પ્રતિભાને બહાર લાવીને તેમને ક્ષેત્રિય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય ફલક પર પહોચાડવાની કામગીરી કરે છે તેમ જ પેરાલિમ્પિક કમીટી ઓફ રાજકોટ અને મોરબી જીલ્લા તરીકે ફરજ નિભાવે છે. તા. ર3 ના રોજ પેરાલિમ્પિક કમીટી ઓફ રાજકોટના દિવ્યાંગો દ્વારા વિવિધ નેશનલ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવીને પ મેડલ મેળવેલ છે.
20મી નેશનલ પેરા-સ્વીમીંગ ચેમ્પીયનશીપ 2020-21 સ્પર્ધા તાજેતરમાં સ્વીમીંગ એકેડમી માઉન્ટ લીટેરા ઝી સ્કુલ, બેગ્લુર ખાતે યોજાઇ હતી. જેમાં પુરૂષોમાં જીગરભાઇ ઠકકર દ્વારા ર ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ મેળવેલ છે. જયારે દીવ્યાંગ મહિલાઓમાં ઇન્દ્રેશબેન પલાણે સિલ્વર મેડલ મેળવેલ છે.
ટેબલ ટેનીસ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઇંદોર ખાતે તા. 19 થી રર માર્ચના રોજ નેશનલ લેવલની પેરા ટેબલ ટેનીસ ચેમ્પિયનશીપ યોજાએલ હતી જેમાં પેરાલિમ્પિક કમીટી રાજકોટની દિવ્યાંગ ખેલાડી ઘ્વનિ શાહએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
સંસ્થાના પ્રમુખ શૈલેશભાઇ પંડયાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે નેશનલ કક્ષાની રમત સ્પર્ધાઓમાં સંસ્થાના દીવ્યાંગોએ ટોટલ 18 નેશનલ મેડલ મેળવી ચુકયા છે. હજુ પણ દીવ્યાગો વધુ મેડલો મેળવીને રાજકોટને ગૌરવ અપાવશે તેવી આશા વ્યકત કરી હતી.
સાથોસાથ આ ઉમદા કાર્ય માટે કોર્પોરેટ ક્ષેત્રના અગ્રણીઓ, કંપનીઓ અને દાતાઓને રમત ગમતની સ્પર્ધામાં ભાગ લેતા દીવ્યાંગજનોને સ્પોન્સરશીપ આપવા અપીલ કરેલ છે. આ માટે મો. નં. 92778 07778 પર સંપર્ક કરવા જણાવાયું છે.