આગામી સપ્તાહથી કોવિડ કેસ હજુ વધુ વધશે; નિયમોનું ફરજિયાત પાલન કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની લોકોને અપીલ
કોરોના વાયરસે ફેલાવેલી વૈશ્ર્વિક મહામારીથી વિશ્ર્વ આખું હતપ્રત થઇ ઉઠયું છે. મહામારીના આ કપરાકાળને એક વર્ષ કરતાં વધુ સમય વીતી ચૂકયો છે. એમ છતાં વાયરસનો આંતક યથાવત છે. એમાં પણ હાલ દેશભરમાં કોરોનાની બીજી લહેર શરુ થતાં કેસમાં ખુબ ઝડપી વધારો થઇ રહ્યો છે. એક તો પરિસ્થિતિ ગંભીર છે જે એમાં પણ હાલ વધુ ચિંતામય સ્થિતિ ઉભી થાય તેવા અણસાર છે. કોરોનાની 100 દિવસની ‘સાયકલ’ શરુ થઇ છે. એટલે કે સૌ દિવસ સુધી વાયરસ હજુ વધુ ઝડપથી ફેલાશે. આગામી 1પમી એપ્રિલ પછી વધુ સચેજ અને કાળજી લેતા થઇ જવું પડશે. કારણ કે આગામી 1પમીથી કોવિડ વધુ તખરાટ મચાવે તેવી દહેશત ઉભી થઇ છે. આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ એક નિવેદનમાં જાહેર જનતાને સતર્ક કરતાં જણાવ્યું કે, ગુજરાત સહિત દેશભરમાં આગામી સપ્તાહથી કોરોના વધુ વકરશે, આથી લોકોએ ફરજીયાત માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઇએ.
તાજેતરમાં સ્ટેટ બેંક ઇન્ડિયાએ એક રીપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં ચેતવણી અપાઇ છે કે, કોરોના વાયરસની બીજી લહેર ફેબ્રુઆરી માસથી શરુ થઇ ગઇ છે. આ લહેર 100 દિવસ સુધી ચાલશે જે પ્રથમ તબકકાની લહેર કરતાં પણ ઘાતકી છે. એસબીઆઇના રીપોર્ટમાં જણાવાયું છે કે, માત્ર લોકડાઉન અને આંશિક નિયંત્રણો કોરોનાને ફેલાતો રોકવામાં સફળ સાબિત થશે નહીં. આ માટે હવે રસીકરણ ઝુંબેજ જ આધાર છે.