ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો પણ સંક્રમીત થઈ રહ્યા છે. આવામા હાલ વિધાનસભામાં ચાલતું બજેટ સત્ર એક દિવસ ટુંકાવવામા આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી હતી. પરંતુ વિધાનસભા ગૃહ ટુંકાવવાની વિપક્ષની માંગને લઈને CM રૂપાણી દ્વારા મહત્વનું નિવેદન આપ્યુ હતું કે, વિધાનસભા સત્ર નહી ટૂંકાવાય અને 8 જેટલા વિધેયક પસાર કરવામાં આવશે. તમામ વિધયક પસાર કરીને નિયત કરેલા સમયે સત્ર પૂર્ણ થશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના જણાવ્યું હતુ કે, કોરોનાની સાયકલ મુજબ કેસ વધે છે અને પછી તેમાં ઘટાડો જોવા મળે છે. જો કે, હજુ કેસમાં વધારો થઈ શકે છે. કોરોના સંક્રમણ વધારે છે પરંતુ મૃત્યાંક નીચો છે હજુ સુધી મૃત્યાંક કંટ્રોલમાં છે. ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટની નીતિ આધારે કામગીરી થઈ રહી છે. ગઇકાલે 70 હજાર કરતા વધુ ટેસ્ટિંગ કરાયા હતા. 70 ટકા બેડ ખાલી છે
ઉલ્લેખનિય છે કે, 31મી માર્ચના રોજ ગૃહમંત્રી દ્વારા લવજેહાદનું બીલ વિધાનસભામાં મૂકવામાં આવશે જેના અંગે નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ સત્ર સમાપનની ઘોષણા કરી દેવામાં આવશે. બજેટ સત્ર આ વખતે થોડુ યાદગાર રહ્યું છે. કારણ કે ભાજપ અને કોંગ્રેસના નવ ધારાસભ્યો કોરોનાગ્રસ્ત બન્યા છે. ઉપરાંત ગૃહમાં અનેકવાર બંને પક્ષોનાં ધારાસભ્યો વચ્ચે શાબ્દિક યુધ્ધ જામ્યું હતું. બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ એવો નિર્ણય લીધો છે કેહવે વિધાનસભા પરિસરમાં માસ્ક પહેર્યા વિના દેખાનારા તમામ વ્યકિતઓ પાસેથી 1000 રૂપીયાનો દંડ વસુલ કરવામાં આવશે.
અગાઉ આ દંડની રકમ 500 રૂપીયા રાખવામાં આવી હતી રાજયભરમાં ભારે ટિકા થઈ હતી કે સામાન્ય નાગરિક માસ્ક ન પહેરે તો 1000નો દંડ અને નેતા કે અધિકારીઓ માસ્ક ન પહેરે તો માત્ર 500 દંડ જે ટિકાઓ બાદ તમામ લોકો માટે દંડની રકમ સમાન કરી દેવામાં આવી છે.