જામનગર શહેરમાં વીજ ચેકિંગમાં 127 વીજ જોડાણમાંથી 28 લાખની વીજ ગેરરીતિ ઝડપાઈ હતી.
શહેરમાં વીજ તંત્ર દ્વારા મોટાપાયે વીજચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. જ્યારે શહેરના જુદા-જુદા ચાર સબ ડિવિઝન હેઠળ ના એરિયામાં 48 જેટલી ટુકડીઓને ઉતારવામાં આવી હતી. જ્યારે મોટા પાયે વીજચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું જેને કારણે વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે. જી.યુ.વી.એન.એલ દ્વારા જામનગર શહેરના દરબારગઢ સબડિવિઝન ઉપરાંત પટેલ કોલોની સબડિવિઝન, સાત રસ્તા સબડિવિઝન અને સેન્ટ્રલ ઝોન સબ ડિવીઝન હેઠળના વિસ્તારોમાં મોટાપાયે વીજચેકિંગની કાર્યવાહી હાથ ધરાઇ હતી.જેમાં વડોદરા તેમજ જામનગર ની કુલ 48 ચેકિંગ સ્કવોર્ડને ઉતારી દેવામાં આવી હતી. જેમાં 28 સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી જ્યારે 15 વીજ પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા બહાર નિવૃત આર્મીમેન અને વીડિયોગ્રાફર ની મદદ લેવામાં આવી હતી અને શહેરના જુદા જુદા વિસ્તારો ને ધમરોળવામાં આવ્યા હતા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ ચેકિંગની કાર્યવાહી ને લઈને વીજચોરોમાં ફફડાટ મચી ગયો છે ત્યારે વીજ કંપનીની 48 ટીમો દ્વારા અત્યાર સુધીમાં 758 ગ્રાહકોને ત્યાં વીજ ચેકિંગ કરાયું છે. જે પૈકી 127 વીજ જોડાણમાં ગેરરીતિ ઝડપાઇ હતી તેને રૂપિયા 28.32 લાખનું બિલ ફટકારાયા છે.