આજથી રિપોર્ટ સાથે હોવો જરૂરી, 72 કલાકથી વધુ જૂનો રિપોર્ટ નહીં ચાલે
રાજ્ય સહિત દેશભરમાં કોરોનાના કેસો ફરી પાછા એક વખત વધતા ચિંતાનું કારણ બન્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોનાને રોકવા અલગ અલગ નિર્ણય લેવામાં આવી રહ્યા છે. આબુ જતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર આવ્યા છે.જેમાં આજથી જે લોકો આબુ જવા માંગતા હોય તેઓને તેમનો કોરોના રિપોર્ટ સાથે હોવો ફરજીયાત નેગેટીવ ટેસ્ટ હોવો જરૂરી છે. તેમજ આ રિપોર્ટ 72 કલાકથી જૂનો હશે તો નહીં ચાલે.
રાજસ્થાનમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, ગુજરાતથી રાજસ્થાન આબુ જતા લોકોએ ફરજીયાત પણે આરટીપીસીઆર નેગેટીવ ટેસ્ટ ફરજીયાત હોવાનું નક્કી કર્યું છે. ત્યારે આજથી રાજસ્થાનના આબુ જતા ગુજરાતીઓને નેગેટિવ રિપોર્ટ ફરજિયાત સાથે રાખવો જરૂરી બન્યો છે.
રાજસ્થાનમાં એન્ટ્રી સમયે જ છઝઙઈછ રીપોર્ટ ચેક કરવામાં આવશે. તેમજ 72 કલાકથી વધુ જૂનો રિપોર્ટ નહીં ચાલે તેવું પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા પણ તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.