જુનાગઢ જિલ્લામાં વર્ષ 2000થી રાષ્ટ્રિય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમમાં 2020 સુધીમાં ટીબીના 57,213 કેસ નોંધાયા છે. તેની સામે સારવાર હેઠળના કુલ દર્દી પૈકી 50,350 દર્દીને રોગમુક્ત કરવામાં આવ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2025 સુધીમાં અને ગુજરાત સરકારે 2022 સુધીમાં ટીબી રોગને દેશ માંથી નાબુદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ત્યારે રાષ્ટ્રિય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કુલ 55 જેટલા ગળફા નિદાન કેન્દ્ર કાર્યરત છે. 2 સીબીનાટ લેબોરેટરી જિલ્લા ક્ષય કેન્દ્ર જૂનાગઢ ખાતે અને સામુહિક આરોગ્ય કેન્દ્ર કેશોદમાં ટીબીના રોગનું નિદાન થાય છે.
સામુહિક આરોગ્ય કેન્દ્ર અને સિવીલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે કુલ 11 એક્ષરે મશીન દ્વારા છાતીનો એક્ષરે કરી ટીબીનું નિદાન કરાય છે. દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે પણ નિદાન અને સારવાર ઉપલબ્ધ છે.સરકાર સારવાર ચાલુ હોય ત્યાં સુધી દર્દીઓને દર મહિને 500 રૂ.ની સહાય આપે છે.
જ્યારે ભેંસાણ અને વંથલી તાલુકામાં સીબીએનએએટી વાન અને એક્ષરે વાન દ્વારા 9 થી 24 એપ્રિલ એમ 13 દિવસ સુધી ઘર બેઠા ટીબીનું નિદાન કરવામાં આવશે તેમ જિલ્લા આરોગ્ય સોસાયટી અને જિલ્લા ક્ષય નિદાન કેન્દ્રના ડો. કે.બી. નીમાવતે એક યાદીમાં જણાવ્યું છે.