અન્ય એક સિંહ ઇજાગ્રસ્ત: એક મહિનામાં અલગ અલગ કારણોસર ત્રણ સિંહ મોતને ભેટયા
રાજુલા-જાફરાબાદ વિસ્તાર સિંહો માટે મોતનો ગોળો બની ગયેલ હોય તેમ આ વિસ્તારમાં સિંહ અવાર-નવાર અકસ્માતથી મોતને ભેટે છે. રાજુલા વિસ્તારમા જ છેલ્લા 1 માસમાં ત્રીજા સિંહનું મોત થયુ છે.ચાલુ મહિનામાં ટ્રેન હડફેટ સિંહ મોતને ભેટલે ત્યારબાદ વાહન હડફેટે આવી જતા સિંહનું મોત થયુ હતુ. હવે ધારાનાનેશ પાસે સિંહ મોતને ભેટેલ છે આમ અવાર નવાર આ વિસ્તારમાં સિંહોના અકસ્માતે મોત થાય છે પરંતુ અત્યાર સુધીના બનાવોમાં 15થી 20 સિંહો ટ્રેન હડફેટે મોત થયેલ છે. આ ટ્રેન પણ પ્રાયવેટ કંપની છે. જે (પીપાવાવ રેલ્વે કંપની લી) છે. અને પીપાવાવથી સુરેન્દ્રનગર સુધી આ પ્રાયવેટ કંપની સંચાલન કરે છે. પરંતુ આટ આટલા સિંહોના મોત થયેલ હોવા છતા હજુ સુધી કંપની સામે શા માટે કાનુની કાર્યવાહી થતી નથી? આ પહેલા ટ્રક હડફેટે મૃત્યુ પામેલ સિંહ સમયે ટ્રક ડાઇવર ઉપર વિવિધ કલમો નાખીને જેલ હવાલે કરેલ પરંતુ હજુ સુધી પીઆરસીએલ ઉપર કોઇપણ જાતની કાર્યવાહી થયેલ નથી શા માટે? તેવા સવાલો લોકોમાંથી ઉઠી રહ્યા છે.
મોત થયેલ સિંહ અંગેની જાણ થતા ઘટના સ્થળે વનવિભાગના અધિકારીઓ દોડી આવેલા પરંતુ અકસ્માત સમયે બધી વાતો થાય છે અને તપાસ કમીટીઓ નિમાય છે પરંતુ સિંહો અકસ્માતે મોત ન થાય તે માટે કોઇ નકકર આયોજન વન વિભાગ દ્વારા થતુ નથી અગાઉ પણ હડફેટે મૃત્યુ પામેલ સિંહ સમયે તથા ટ્રેન હડફેટ મૃત્યુ પામેલ સિંહ સમયે તપાસ માટે વનવિભાગના અધિકારીઓ આવેલા પરંતુ તપાસમાં શુ થયુ તે જાહેર કરતા નથી. આ અંગે પીપાવાવ પોર્ટ અને પીપીસીએલને પણ કાયદા સકંજામાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠેલ છે. પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓ પણ સિંહોના અકસ્માતે મોત ન થાય તે માટે આગળ આવે તેવી પણ લોકો ચર્ચાઓ થઇ રહેલ છે.
સિંહના મોત સંબંધે જે મોત ધારાનાનેશ પાસે થયેલ તે સંબંધે આરએફઓ વાધેલાનો સંપર્ક સાધતા તેઓએ આ મોત ઇન ફાઇટમાં થયેલ હોવાનું જણાવેલ છે જયારે બીજા સિંહને પણ ઇજા થયેલ હોવાનું પણ જાણવા મળેલ છે.