એક બાજુ જળ બચાવો ઝૂંબેશ, બીજી બાજુ પાણીના મસમોટા ખાડાઓ ભરાયેલા રહે છે
લાઠી તાલુકા શાખપુર અને નાના રાજકોટ ગામના ગ્રામ જનો એક માસથી મીઠા પાણીથી વચીત હોય તેમ છતા અધિકાર પાણીની પાઇપ લાઇન રિપેર કરવા આવતી નથી. પાણી પુરવઠામા પણ રજૂઆત કરેલ છે. છતા પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ લાઇન રીપેર કરાતી નથી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ લાઇન ઇરાદા પુર્વક તોડીને ખેતીના હીત માટે પાણી આપવા કર્મચારી દ્વારા ગોઠવણ કરાય હોવા નો આરોપ છે. ત્યારે લાઠી તાલુકામા ઉલ્ટી ગંગા જોવા મળી રહી છે જળ બચાવોની બદલે જળ કરતુ તંત્ર એક માસ કરતા વધુ સમયથી પીવાનું મીઠુ પાણી ન આપી તસ્વીરમાં ખાડાઓ નિયમિત ભરાય રહ્યા છે. રોડની બાજુ ખાળીયામા 1 કી.મી કરતા વધુ લંબાઇ સુધી નહેર માફક પાણી ભરાયા છે.