હળવદ તાલુકાના રણમલપુર ગામમાં મહિલાને વહેલી સવારે પ્રસૂતિનો દુખાવો ઉપાડતા 108 એમ્બ્યુલન્સમાં કોલ કરવામાં આવ્યો હતો. જે સમાચાર હળવદ 108ની ટીમને મળતાની સાથે જ ત્યાંના ઈએમટી રમેશભાઈ અને પાઇલોટ કનુભાઈ ગઢવી તરત જ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ગયા હતા.
અને વાડી વિસ્તારમાં પ્રસૂતા લક્ષમીબેનને અતિશય દુખાવો થતાં ત્યાં સ્થળ પર જ એમ્બ્યુલન્સની ટીમે પ્રસુતિ કરાવી હતી. અને ત્યારબાદ તેમને નજીકના હળવદના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ પ્રસૂતિ હળવદ તાલુકાના રણમલપુર ગામના રહેવાસી લક્ષમણભાઇ રબારીની વાડીમાં કરવામાં આવી હતી. હાલ માતા અને બાળકની તબિયત સારી છે તેવી જાણકારી મળેલ છે. 108 ની કામગીરીને આભાર વ્યકત કરી ગામના લક્ષમણભાઇ અને પ્રસૂતિનાં સંબંધીઓએ બિરદાવી હતી.