ઓકસફોર્ડ યુનિવર્સીટી અને એસ્ટ્રાજેનેકા તેમજ પુણેથી સીરમ ઇન્સ્ટીપ્યુટ દ્વારા વિકસાવવામાં આવેલી કોરોના વિરૂદ્ધની રસી ‘કોવિશીલ’ને લઇ આડઅસરનો મુદ્દો યુરોપીયન દેશોમાં ખૂબ ઉછળ્યો છે. ગત અઠવાડિયે સાતેક જેટલા યુરોપના દેશોએ એસ્ટ્રાજેનેકાની આ રસી પર પ્રતિબંધ મૂકી આશંકા વ્યકત કરી હતી કે, આ રસીના ડોઝ લેવાથી દર્દીના શરીરમાં લોહીનું પરિભ્રમણ અરકે છે અને લોહીના ગઠ્ઠા જામી જાય છે. જો કે, આ અરોપ બાદ વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન અને અમેરિકા સહિતના દેશોએ પરીક્ષણ કર્યા હતા. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને કરી હતી કે, આ એસ્ટ્રાનેકાની રસી સુરક્ષીત જ છે તેનાથી કોઇ આડઅસર થવાના કેસ સામે આવ્યા નથી. યુરોપીયન દેશોએ રસીકરણમાં એસ્ટ્રાજેનેકાના ડોઝ આપવાનું ચાલુ જ રાખવું જોઇએ. આ બાદ યુરોપીપન દેશોએ હાલ એસ્ટાજેનેકાને ફરી મંજુરી આપી પણ દીધી છે. નિષ્ણાંતોના મત મુજબ, આ રસી જોહનસન એઝ જોહનસન કોવિડ રસીની જેમ વાયરસ વેકટર વેસિન છે. જેનાથી વાયરલ ઇન્ફેકશન થઇ શકે છે પરંતુ તે હાનિકારક નથી અને કોરોના વાયરસને નાથવામાં કારગર પણ છે.
ગત 22 માર્ચે, એસ્ટ્રાઝેનેકાએ તેની યુ.એસ. ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામો જાહેર કર્યા. જેમાં કહેવાયું છે કે આ રસી 79% અસરકારક છે. જો કે ગત થોડા દિવસોમાં આ રસીના રોજ લેવાથી લોહી જામી જતુ હોવાની ફરિયાદ ઉઠી હતી. જેના પરિણામે રસી પર પ્રશ્નો ઉઠ્યા હતા. આવા પાંચ સવાલોના જવાબ રોચેસ્ટર ઇન્સ્ટિટ્યૂટના વાઇરોલોજિસ્ટ મૌરીન ફેરાન ટેકનોલોજીના નિષ્ણાંતોએ આપ્યા છે.
1. એસ્ટ્રાજેનેકા કેવી રીતે કાર્ય કરે છે ??
એસ્ટ્રાઝેનેકા રસી એક વાયરલ વેક્ટર રસી છે, જેમ કે જહોનસન અને જોહન્સન કોવિડ -19 રસી છે તેમ. આ પ્રકારની રસી શરીરના કોષોમાં સાર્સ-કોવી-2ને નાથવા પ્રોટીન ઉભું કરે છે અને આ માટે કોષોને આનુવંશિક સૂચનો પહોંચાડવા માટે હાનિકારક એડેનોવાયરસનો ઉપયોગ કરે છે. આ પછી કોષોમાં પ્રોટીન બને છે, જેને આ રસીમાના નિષ્ક્રિય તંતુ ઓળખી રોગપ્રતિકારક શક્તિ સક્રિય કરે છે અને શરીરને ભાવિ ચેપથી સુરક્ષિત બનાવે છે.
2. કેટલી અસરકારક છે ??
22 માર્ચે સંશોધનકારોએ યુએસ સ્થિત એસ્ટ્રાઝેનેકા રસી ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામો જાહેર કર્યા. તેઓએ કહ્યું કે રોગનિરોધક કોવિડ -19ને રોકવા માટે આ રસી 79% થી 100% અસરકારક છે.
3. એસ્ટ્રાજેનેકા રસી ક્યાં ક્યાં દેશોમાં અપાઈ રહ્યા છે?
માર્ચના અંત સુધીમાં, એસ્ટ્રાઝેનેકા કોવિડ -19 રસીને વિશ્વના લગભગ 86 દેશોમાં અધિકૃતતા આપવામાં આવી છે
ડિસેમ્બરમાં યુકે દ્વારા પ્રથમ અને ત્યારબાદ યુરોપિયન યુનિયન, કેનેડા, ભારત, આર્જેન્ટિના, ડોમિનિકન રિપબ્લિક અલ સાલ્વાડોર, મેક્સિકોમાં મંજૂરી પ્રાપ્ત થઈ હતી. જાન્યુઆરીમાં મોરોક્કો દ્વારા મંજૂરી અપાઈ હતી. ફેબ્રુઆરીમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ રસીના ઇમરજન્સી યુઝ લિસ્ટિંગમાં પણ મંજૂરી આપી દીધી. યુરોપિયન યુનિયન અને યુ.કે.માં અત્યાર સુધીમાં 17 મિલિયનથી વધુ લોકોને ડોઝ આપવામાં આવ્યા છે. પરંતુ યુ.એસ.માં હજી સુધી કોઈ ડોઝ અપાયા નથી.
4. અમેરિકા ક્યારે એસ્ટ્રાજેનેકા રસીને મંજૂરી આપશે ??
ઘણાં દેશોમાં એસ્ટ્રાઝેનેકા રસીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ યુ.એસ.એમાં હજુ મંજૂરી પ્રદાન કરાઈ નથી. હજુ ત્રીજા તબક્કાના પરીક્ષણના પરિણામો 2 દિવસ અગાઉ જારી થયા. હવે માર્ચ અથવા એપ્રિલની શરૂઆતમાં મંજૂરી અપાય તેવી આશા છે, અને જો ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન રસીને લીલીઝંડી આપે છે, તો યુએસએમાં એપ્રિલના અંત ભાગથી ડોઝ આપવાનું પણ શરૂ થઈ શકે છે.
5. લોહી ગઠ્ઠા જામી જવાના અહેવાલો સાચા છે ?
એસ્ટ્રાઝેનેકા રસી લીધા બાદ લોકોને અમુક પ્રકારના લોહીના ગઠ્ઠા જામી જવાના અહેવાલો સામે આવ્યા હતા. પરંતુ આ મુદ્દે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તાજેતરમાં સ્પષ્ટતા કરી કે એસ્ટ્રાજેનેકાની રસી સુરક્ષિત છે. યુરોપિયન દેશોએ તેના ઉપયોગ પર પ્રતિબંધ મુકવો જોઈએ નહીં. જોકે હજુ આ મુદ્દે હજુ તપાસ ચાલુ છે.
જો કે આ પરીક્ષણના 24 કલાકની અંદરમાં જ એનઆઈએચએ એક નિવેદનમાં કહ્યું કે સ્વતંત્ર ડેટા સમીક્ષા બોર્ડને આ ટ્રાયલ અંગે ચિંતાઓ છે. કારણ કે પરીક્ષણમાં વપરાયેલા આ ડેટા “જૂનો” હતો અને તે પરિણામોને અધૂરો દૃષ્ટિકોણ આપે છે. આ બાદ 23 માર્ચ, 2020ના રોજ) એસ્ટ્રાઝેનેકા કંપનીએ પરિણામોની સ્પષ્ટતા માટે આરોગ્ય એજન્સી સાથે અપ-ટૂ-ડેટ માહિતી શેર કરવાની સંમતિ આપી.