રાજકોટ જિલ્લામાં હાલ 72 ટકા બેડ ખાલી હાલતમાં છે. કુલ 1498 બેડની વ્યવસ્થા સામે માત્ર 411 બેડ જ ભરેલા છે. મોટાભાગના લોકો હોમ ક્વોરન્ટાઇન હેઠળ સારવાર લેતા હોવાથી હોસ્પિટલોના બેડ ખાલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ જિલ્લામાં કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખી જિલ્લા કલેકટર તંત્ર દ્વારા બેડની સંખ્યા વધારવામાં આવી છે. હાલ જિલ્લામાં 1498 બેડની વ્યવસ્થા છે. જેમાં માત્ર 411 બેડ ઉપર જ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. બાકીના 1087 બેડ ખાલી હાલતમાં છે. જેની વિસ્તૃત વિગતો જોઈએ તો પીડિયું હોસ્પિટલમાં 590 બેડ અને 201 વેન્ટિલેટર છે. જ્યાં હાલ 171 દર્દીઓ સારવાર હેઠળ છે. જેથી 419 બેડ ખાલી છે.
ઇએસઆઇએસમાં 41 બેડની વ્યવસ્થા છે. જ્યાં તમામ 41 બેડ ખાલી હાલતમાં છે. કેન્સર હોસ્પિટલમાં 192 બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જે તમામ ખાલી છે. ગોંડલમાં 54 બેડ ઉપલબ્ધ છે. જે તમામ ખાલી છે. જસદણમાં 24 અને ધોરાજીમાં 35 બેડ છે. જે તમામ ખાલી છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમા 562 બેડ અને 69 વેન્ટિલેટર છે. જેમાં હાલ 240 દર્દીઓ સારવાર હેઠળ છે જેથી 322 બેડ ખાલી છે. આમ જિલ્લામાં 1465 બેડ ઉપલબ્ધ છે. 1305 બેડ ઓક્સિજનની સુવિધા ધરાવે છે. 270 વેન્ટિલેટર છે.
આમ જિલ્લામાં 72 ટકા બેડ ખાલી છે એટલે કે કોરોનાના કેસોના પ્રમાણમાં બેડની સંખ્યા વધારે હોય બેડની દ્રષ્ટિએ રાજકોટ જિલ્લાની સ્થિતિ સારી છે.
બીજી તરફ મોટાભાગના લોકો હોમ ક્વોરન્ટાઇન હેઠળ સારવાર લેવાનું પસંદ કરતા હોય હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બેડ ખાલી હાલતમાં છે.