રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના બે જવાબદાર પોલીસ તંત્ર અન્ડે મહાનગરપાલિકાના કુંભકણોને પગલે શહેરની ટ્રાફીક સમસ્યા વકરી છે. રાજકોટના રાજમાર્ગો અસલામત બન્યા છે. શહેર હાલ મેગાસીટીની હરણફાળ તરફ આગળ ઘપી રહ્યું છે. મુખ્યમંત્રીના હોમટાઉન અને સૌરાષ્ટ્રના પાટનગર સમાન શૈક્ષણિક હલ ગણાતા શહેરની ટ્રાફીક વ્યવસ્થા સંપૂર્ણપણે ખાડે ગઇ છે. બિન તાલીમી ટ્રાફીક વોર્ડનો શહેરનું ટ્રાફીક નિયમન કરે છે. પે એન્ડ પાર્ક યોજનાનું બાળમરણ અને પોલીસ કમિશ્ર્નર, મ્યુ કમિશ્ર્નરના જાહેરનામા સૂરસૂરીયા થઇ ગયા છે.
તાજેતરમાં શહેરમાં જયુબેલી ચોક અને લોઘાવાડ ચોકમાં વેપારીઓ દ્વારા પોલીસની દાદાગીરી સામે બંધ રાખી ઉગ્ર રજૂઆતો કરી હતી. શહેરમાં 12 ટોઇંગવાન દ્વારા ટુ વ્હીલસોની ડીટેઇન કરી આકરા દંડની સામે લોકરોષ ભભુકી ઉઠેલ શાસકો અને અધિકારીઓના મળતિયાઓને ટુ વ્હીલર્સ અને વ્હીલર્સ ઉપાડવાના કોન્ટ્રાકટ અપાયા હોય જેથી આવા કોન્ટ્રાકટરો પોલીસ વોર્ડનની દાદાગીરી અને લુખ્ખાગીરીથી તેઓનું ટપોરી જેવું વર્તનથી આમ પ્રજા અને વેપારી ગ્રાહિમામ છે. શહેરના રાજમાર્ગો પર પાર્કીગના પટ્ટાના હોય ત્યારે ખરીદી કરનાર અને વેપારીને ટુ વ્હીલમાં રાખવું કયાં તે એક પ્રશ્ર્ન છે. ટુ વ્હીલર્સ ઉઠાવી જઇ આકારો દંડ વસુલી સિંહ પુરવાર થતી રાજકોટ પોલીસ શહેરમાં ઠેર ઠેર ટ્રાફીક જામ ટ્રક, ટ્રેકટર્સ, ડમ્પરો બસો અને ભારે વાહનોની અવર જવર સામે કેમ બકરી બની જાય છે.
રાજકોટ શહેરની ટ્રાફીક સમસ્યા જટીલ બની છે ત્યારે સ્માર્ટ સીટીના બમણા ફુંકનારા પોલીસ તંત્ર એન્ડ મનપાના કુંભકણોને ઢંઢોળવામાં આવશે. શહેરની ટ્રાફીક સમસ્યા અને તેના ઉકેલ કે ટ્રાફીક ને લગતી ફરિયાદો હોય તો કોંગ્રેસ આગેવાનોને તા.15 એપ્રિલ પહેલા લેખીતમાં બે નકલમાં લોકસંસદ વિચાર મંચ, કોઠારીયા કોલોની 427, 80 ફુટ રોડ, શેઠ હાઇસ્કુલ સામે લખી મોકલવા તલાટીયા, ઝાલા, પટેલે અપીલ કરી છે.