પ્રાચિન ઇતિહાસ જોઇએ તો પ્રજાપતિ દક્ષના શ્રાપથી વિશ્ર્વના પ્રથમ ક્ષય રોગ દર્દી ચંદ્રદેવ બનેલા હતા. જેનું નિવારણનું કાર્ય ભગવાન શંકરજીએ કરેલ હતું. આ એક સંક્રામક બિમારી છે. જેના વિશ્ર્વમાં દર ત્રણ મીનીટે  બે લોકો મૃત્યુ પામે છે. ક્ષય રોગનું ફેલાવાનું સૌથી મોટું કારણ લોકોમાં જાણકારીનો અભાવ જોવા મળે છે.

‘ટીબી હારેગા, દેશ જીતેગા’ સ્વસ્થ સમાનના જૂના અને જટિલ દુશ્મન ક્ષય રોગ સામે સાવચેતી એજ સલામતિ છે. વ્યકિતની રોગ પ્રતિકાર શકિત પાવર ફુલ હોય તો આ ટીબીના બેકટેરીયાની શરીરમાં વૃઘ્ધી થતી નથી. માનવીની રોગ પ્રતિકાર શકિતને કારણે બેકટેરીયા નાશ પામે છે. ચેપ લાગેલી 10 વ્યકિતઓમાંથી એક વ્યકિતને તેમના જીવન કાળ દરમ્યાન ટીબી થઇ શકે છે. આ વર્ષનું ટીબી સામેનું લડત સુત્ર છે.‘ધ કલોક ઇઝ ટિકટિંગ’ આ ટેગ લાઇન સંદેશ આપે છે કે સમય સમાપ્ત થઇ રહ્યો છે. આપણે ટીબીને નાબુદ કરવા વધુ કટિબઘ્ધ થવાની જરૂર છે. આજનો ટીબી વિરોધી દિવસ કોવિડ-19 ની મહામારી સંદર્ભે વિશેષ મહત્વ પૂર્ણ છે.

વિશ્વક્ષય નિવારણ દિવસના આજનો સંકલ્પ 2022 સુધીમાં 40 મિલિયન લોકોને નિદાન અને સારવાર પહોચાડવાનો લક્ષ્ય છે. 6 મિલીયન લોકો એવા છે કે એચ.આઇ.વી. સાથે જીવી રહ્યા છે, જેમને આ ઇન્ફેકશન લાગવાની શકયતા વધારે છે. 2019માં ટીબીને કારણે વિશ્વમાં કુલ 1.4 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા. જેમાં એચ.આઇ.વી. બે લાખ જેટલા હતા. પુરૂષ, મહિલા સાથે બાળકોમાં પણ ટીબીના ચેપનું પ્રમાણ જોવા મળે છે. ટીબીના બોઝ ધરાવતા દેશોમાં ભારતનું નામ અગ્રણી દેશોમાં છે, બાીકના ચીન, ઇન્ડોનેશિયા, ફિલીપીંસ, પાકિસ્તાન, નાઇજીરીયા, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો છે.

આજે વિશ્વમાં મલ્ટી ડ્રગ પ્રતિરોધી ટીબી એક સાર્વજનીક સ્વાસ્થ્ય સંકટ અને સ્વાસ્થય સુરક્ષા માટે ખતરો બન્યો છે. જો કે દર વર્ષે તેના ચેપનું પ્રમાણ વિશ્વમાં ર ટકા ઘટી રહ્યું છે. વિશ્વભરમાંથી ટીબીને ને નાબુદ કરવા ર030 ની ડેડલાઇન આપી છે. વિશ્વભરમાં આલ્કોહોલ અને તમાકુના સેવનને કારણે ટીબી થવાનું જોખમ વધારે જોવા મળ્યું છે. જો કે ધુમ્રપાન પણ એટલું જ જવાબદાર છે. એચ.આઇ.વી. અને ટી.બી. એક ઘાતક સંયોજન બને છે. તેઓ બન્ને એકબીજાને ગતિ આપે છે.

ટીબી દુનિયાનો સૌથી ઘાતક સંક્રામક હત્યારા પૈકી એક છે. દરરોજ વિશ્વમાં 4 હજાર લોકો ટીબીને કારણે મૃત્યુ પામે છે. ટીબીના જીવાણુની ઓળખના 135 વર્ષ પછી પણ તેને નાબુદ નથી કરી શકાયો. રાજરોગ ગણા તો ટીબી સૌથી પ્રાચીન રોગ છે. જેનો ઉલ્લેખ વેદ પૂરાણો અને આયુર્વેદીક સંહિતામાં પણ જોવા મળે છે. ભારતમાંથી ટીબીની નાબુદી  કરવા માટે ભગિરથ પ્રયાસોની જરુર છે. તે વાયુ જન્ય રોગ હોવાથી ઝડપથી અને સહેલાયથી પ્રસરી શકે છે. ટીબીના જીવાણું અત્યંત સુક્ષ્મ હોવાથી સહેલાયથી હવામાં પ્રસરી શકે છે.

પ્રજાપતિ દક્ષના શ્રાપથી ચંદ્રદેવ વિશ્વના પ્રથમ ક્ષય રોગના દર્દી બન્યા!!

આજે સમગ્ર વિશ્ર્વમાં વિશ્વ ટીબી દિવસની ઉજવણી થઇ રહી છે. ટીબી વિશ્ર્વનો સૌથી પ્રાચિન રોગ છે. જેનો શાસ્ત્રોને પૂરાણોમાં જોવા મળે છે. પ્રજાપતિ દક્ષના શ્રાપથી ચંદ્રદેવ વિશ્વના પ્રથમ ક્ષય રોગના દર્દી બન્યા હતા. જેના ક્ષય નિવારણનું કાર્ય ભગવાન ભોળાનાથ શંકરજીએ કર્યુ હતું. આ પુરાતન કથા માન્યતાને કારણે ભારતમાં આજે પણ ટીબી રોગ પરત્વે ઘણી અંધશ્રઘ્ધા અને લકોવાયકા ફેલાયેલી છે. ટીબીનો પાકો ઇલાજ દવાનો પુરો કોર્ષ છે. પોષણ યુકત આહાર લો અને ટીબી સામે લડવા માટેની તાકાત મેળવો. સમયસર લક્ષણોની સાચી ઓળખ જ ટીબી ઉપર જીત મેળવવી સરળ બનાવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.