ઉચ્ચ ઈજનેરી અભ્યાસ માટે લેવાય છે ‘ગેટ’ પરીક્ષા
ઉચ્ચકક્ષાની એન્જિનિયરીંગ પ્રવેશ પરીક્ષા ‘ગેટ’માં જામનગરના જય માધાણીએ રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી હાલારનો ડંકો વગાડ્યો છે. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ટોપ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જેવી કે, આઆઈએસસી અને આઈઆઈટી તેમજ પબ્લિક સેક્ટર અન્ડરટાકિંગ કંપનીઓ વગેરેમાં સ્થાન મેળવવા માટે ગેટ (ગ્રેજ્યુએટ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ) એક્ઝામ સમગ્ર ભારત સહિત 6 જેટલા દેશોમાં યોજવામાં આવે છે. જેમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. આ પરીક્ષાનું 2021ના વર્ષનું પરિણામ માત્ર 17.82% આવ્યું છે. ગેટની પરીક્ષામાં જામનગરમા ધુડશીયા ગામનો જય કુમાર માધાણી ગુજરાતમાં પ્રથમ અને દેશમાં નવમાં ક્રમે આવવાની સિધ્ધી મેળવી છે. ઈજનેરી કોલેજમાં એમ ટેક કરતા જાહેર ક્ષેત્રમાં ઉંચા પગારની નોકરી મળે છે. જય માધણીએ પ્રાથમિક શિક્ષણ પોતાના જ ગામમાં ધૂડશિયા પ્રાથમિક શાળામાં મેળવ્યું હતું. ત્યારબાદ બાજુના ગામમાં આવેલ અલિયાબાડા ખાતે જવાહર નવોદય વિદ્યાલય ખાતે પ્રારંભિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ શિક્ષણમાં સારું એવું મન લાગતું હતું. ત્યારે સુરત ખાતે એન્જિનિયરિંગ ડિગ્રી હાંસલ કરવા ગયો હતો અને તેવો એસવીએનઆઈટી યુનિવર્સિટી સુરત ખાતે પોતાનું એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ડિગ્રી મેળવી હતી.
મક્કમતાથી રોજના નવ કલાક અભ્યાસ કરતો
વિશેષ વાત એ છે કે, જય માધાણીએ કોઈપણ ટ્યુશન ક્લાસીસ રાખ્યા વગર ગેટની પરીક્ષા પાસ કરી અને ભારત દેશમાં 9 રેન્ક પ્રાપ્ત કર્યો હતો. ગેટની પરીક્ષાની તૈયારી પોતાના જ વતન ગામડામાં કરી હતી જેમાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગામડામાં સમયસર લાઈટ પણ ન હોય જેથી અભ્યાસમાં પણ તકલીફ પડતી હતી. તો પણ જય માધાણીએ તૈયારીમાં મક્કમતાથી રોજના નવ કલાક અભ્યાસ કરતો હતો.
ખેતીથી લઈ એન્જિનિયરિંગ સુધીની સફળ કારકિર્દી
તેણે કેમિકલ એન્જિનિયરીંગમાં દેશમાં નવમો રેન્ક મળ્યો છે. ત્યારે જામનગરમાં તો પ્રથમ જ વિદ્યાર્થી છે અને સૌરાષ્ટ્રમાં પણ કોઇ કેમિકલ એન્જિનિયરીંગમાં ગેટની પરીક્ષામાં અત્યાર સુધી દેશમાં રેન્ક પ્રાપ્ત કરી શક્યું નથી. જય માધાણીનો પરિવાર ખેડૂત પરિવાર સાથે જોડાયેલો છે. ખેતીથી લઈ એન્જિનિયરિંગ સુધીની સફળ કારકિર્દી રહી છે. સફળ કારકિર્દી પાછળ પ્રાથમિક શિક્ષણ અને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળતો રહ્યો તેવું જય માધાણી જણાવ્યું હતું.