આધુનિક સમયમાં પણ કેન્સર શબ્દ સાંભળતાની સાથે ધ્રૂજી જવાય છે. જ્યારે હવે કેન્સરને લઈને આધુનિક સારવાર ઉપલબ્ધ રહેતી હોય છે,પણ હકીકત કઈક અલગ જ છે. જો કેન્સર અંગે પૂરતી માહિતી મેળવવામાં આવે તો તેને થતો અટકાવી શકાય છે અને થયા પછી પણ યોગ્ય સારવાર દ્વારા તેમાંથી મુક્તિ મેળવી સ્વસ્થ જીવન જીવી શકાય છે.
વૈજ્ઞાનિકો દ્વારા દાવો કરવામાં આવે છે કે Vitamin C લોહીના કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. જો Vitamin C શરખી માત્રમાં લેવામાં આવશે તો તે Blood Cancer (બ્લડ કેન્સર) વિકસાવવાનું જોખમ ઘટાડે છે.
અગાઉ કરવામાં આવેલા સંશોધનોમાં દર્શાવામા આવ્યું છે કે, નીચા સ્તરના લોકોમાં કેન્સર વધુ જોખમી હોઇ શકે છે, પરંતુ તેમના કારણો સંપૂર્ણપણે સ્પષ્ટ નથી.Vitamin C પાણીમાં સહેલાઇથી ઓગળી જાય છે. જે હાડકાં , લોહી લઇ જતી નસ અને ચામડી સાથે જોડાયેલા કોષોની જાળવણી અને રચવામાં શરીરને મદદ કરે છે. આ વિટામીન જુદા જુદા ફળો અને શાકભાજીમાંથી મળી રહે છે.
એક અભ્યાસમાં જણાવાયું છે કે Vitamin Cની દરરોજની જરુરિયાત વધારવામાં આવે તો તે બ્લડ કેન્સરનો વિકાસ રોકવામા મદદ કરી શકે છે.આ પહેલાંના એક અભ્યાસમાં એવું જણાવાયું હતું કે Vitamin C જેઓમાં ઓછું હોય તેઓમાં કેન્સર થવાનું જોખમ વધે છે.Vitamin C મહદઅંશે ખાટાં ફળોમાંથી મળી રહે છે. ખાસ કરીને લીંબુ, મોસંબી અને નારંગી જેવા ફળોમાંથી ભુરપુર મળે છે, ત્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ.