લર્નિંગ લાયસન્સની કામગીરી આરટીઓનાં બદલે 221 આઈ.ટી.આઈ. અને 29 પોલીટેકનીકમાં ચાલી રહી છે
વડાપ્રધાન મોદીના ડિજીટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે રાજયની આરટીઓ સંબંધીત તમામ 80 સેવાઓને સારથી 4.0 અને વાહન અરજીઓની સંખ્યા દર વર્ષે 1 કરોડ કરતા પણ વધુ છે. ત્યારે લર્નિંગ લાયસન્સની કામગીરી 36 આરટીઓનાં બદલે 221 આઈ.ટી.આઈ. અને 29 પોલીટેકનીકમાં ચાલી રહી છે. આ ઉપરાંત ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક માટે અરજદારોને રાહ જોવી ન પડે તે માટે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર અને જૂનાગઢમાં નવા ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક પણ વિકસાવવામાં આવશે.
અરજદારની ઉપસ્થિતિ વગર પૂરી પાડવામાં આવેલ વધારાની વાહન અને સારથી સંબંધીત કુલ 17 સેવાઓ શરૂ કરાઈ છે. જેને પગલે અંદાજે 45 લાખ લોકોને દર વર્ષે આરટીઓ કચેરીની મૂલાકાત લેવી પડતી હતી તેમાંથીમૂકિત મળી છે.
મંત્રીએ ઉમેર્યું કે, રાજયનાં દરેક જિલ્લાને અધ્યતન અને સુવિધાયુકત આરટીઓ કચેરી નાગરિકો માટે ઉપલબ્ધ કરાવવી એ અમારી સરકારની નેમ છે. ચાલુ વર્ષે દાહોદ, ભાવનગર, ડાંગ અને ગોધણા ખાતે નવી આરટીઓ કચેરી બાંધકામ કરવામાં આવનાર છે.એટલું જ નહી ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક માટે અરજદારોને પ્રતિક્ષા ન કરવી પડે અને પારદર્શક પ્રક્રિયા રહે તેમાટે સરકારે નવા ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક બનાવવાનો નિર્ણય લીધો છે. તે અંતર્ગત અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, ભાવનગર, હિંમતનગર, જૂનાગઢ અને પંચમહાલ ખાતે નવા ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવનાર છે.
મંત્રીએ કહ્યું કે, એસ.ટી. નિગમ 16 વિભાગો, 125 ડેપો અને 209 કંટ્રોલ પોઈન્ટથી 8,300થી વધુબસો દ્વા 7,496 શીડયુલ થકી 44,268 ટ્રીપોથી કુલ 33.86 લાખ કિલોમીટરનું સંચાલન કરી દૈનિક 25 લાખ મુસાફરોને અસરકારક જાહેર પરિવહનની સુવિધા પૂરી પાડે છે. એસ.ટી. નિગમ દ્વારા ગુજરાતનાં 99.34 ટકા ગામડાને જાહેર પરિવહનની સેવા થકી આવરી લેવામાં આવ્યા છે.
વોલ્વો, સ્લિપર કોચ જેવી આધુનિક એ.સી.કોચ બસો દ્વારા મુસાફરોને છેલ્લા કેટલાય વર્ષોથી ભાડામાં કોઈ પણ વધારો કર્યા વિના સેવા કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી નિગમ પોતાના વર્કશોપમાં જ નવી બસોનું બોડીંગ બિલ્ડીંગ કામ જાતે જ કરે છે.જેના કારણે ખૂલ્લા બજાર કરતા પ્રતિ બસ રૂ.બે લાખ જેવો ફાયદો થાય છે.