વિધાનસભા સત્રમાં ધારાસભ્ય અંબરીશ ડેરની વિવિધ રસ્તાના કામો, પુલો બનાવવા અંગે ચર્ચા
ગઇકાલે વિધાનસભા સત્ર દરમ્યાન રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતીનભાઇ પટેલ માર્ગ અને મકાન વિભાગ ઉપર માંગણીઓને લઇને આવ્યા તેમાં ચર્ચા દરમ્યાન રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઇ ડેર દ્વારા ખુબ જ ધારદાર રજુઆત કરી. 10 ડીસેમ્બર 2019ના દિવસે વેસ્ટર્ન રેલવેના અધિકારીઓ એ તત્કાલીન ચીફ સેક્રેટરીને પત્ર લખેલો આ પત્રમાં રાજયની અંદર રેલવેની વધારાની જમીનોજે પડેલી છે. એ જમીનોની જરુર જો રાજય સરકારને રસ્તાઓ માટે અથવા તો બ્યુટીફીકેશન માટેની જરુરીયાતો હોય તો સરકાર ચોકકસ પણે પત્ર લખશે તો વેસ્ટન રેલઇવે આવી જમીનો આપવા માટે તૈયાર છે જેથી અંબરીશભાઇ ડેર દ્વારા નીતીનભાઇ પટેલને વિનંતી કરેલ કે ગુજરાતમાં રેલવેની ઘણી બધી જમીનો પડેલી છે. આ જમીનનો ઉપયોગ સારી રીતે થાય તો લોકોની સુખાકારીમાં વધારે થાય તેમ છે.
ડેર દ્વારા વિવિધ રસ્તાઓ અને પુલો પાસ થયેલ હોવા છતાં કામો શરુ થયા નથી તો આવા કામો તાત્કાલીક શરુ કરવા રજુઆત કરી હતી.
ગૃહમાં એવું પણ જણાવેલ ક આ વખતે દરેક ધારાસભ્યને પ0 કરોડ રૂપિયા દરેક પંચાયતને રોડના રીસરફેશ માટે ફાળયેલા છે. આ પચાસ કરોડમાંથી રકમ સેવીંગ થાય છે તો આવી રકમો જેમ અને તેમ ઝડપથી ચોમાસા પહેલા રોડના કામો પૂર્ણ થાય તેમ ફાળવવામાં આવે.
ડેરે દ્વારા ચાંચબંદર, ખેરા, પટવા ગામો માટે વિકટરથી ખાડી ઉપરનો પુલ બનાવવા માટે જણાવેલ પ00 મીટર ની ખાડી પર પુલ બનાવાયા પ0 કરોડનો ખર્ચ થાય તેમ હોવાનું જણાવેલ જો સરકાર કદાચ ન કરી શકે તો ડેર દ્વારા આ પુલ બનાવવા માટે સરકાર નાણા ફાળવે તેવી વિનંતીથી રજુઆત કરેલ અને જણાવેલ કે મારા મત વિસ્તારના માત્ર પાંચ ગામો જ એક હજાર કરોડની રોયલ્ટી પેટે સરકારમાં જમા કરાવે છે. તો આ પ0 કરોડ સરકારને ભારે નહી પડે તેવી ભારપૂર્વક રજુઆત કરીે અને ખાખબાઇ ગામે 10 કરોડના ખર્ચે પુલ બનાવવાની પણ રજુઆત કરેલ.