લોકપ્રશ્ર્નોને વાચા આપવા કોર્પોરેટરો નગરસેવકમાંથી લોકસેવક બને તેવી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે નવનિયુકત પદાધિકારી ઓને શીખ આપી હતી. રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીના ભવ્ય વિજય બાદ સૌપ્રથમ વખત રાજકોટ ખાતે પધારેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ્ા સી.આર. પાટીલે શહેર ના મેયર બંગલા ખાતે નવનિયુક્ત પદાધિકારીઓ તથા વિવિધ સમિતિઓના ચેરમેનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારધ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, શહેરના નવનિયુક્ત મેયર ડો. પ્રદીપ ડવ, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, દંડક સુરેન્દ્રસિહ વાળા, ભાનુબેન બાબરીયા સહીતના અગ્રણીઓની ઉપસ્થિતિ બેઠકમાં યોજી હતી શહેર ભાજપ ધ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તકેં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજીએ રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓને અનેવિવિધ સમિતિઓના ચેરમેનોને શીખ આપતા જણાવેલ હતુ કે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટની જનતાને પૂરતા પ્રમાણમાં પ્રાથમિક સુવિધા મળે અને શહેરનો સર્વાગિ વિકાસ થાય તે માટે તમામ કોર્પોરેટરોએ સક્રિય રહી હંમેશા લોકોની વચ્ચે રહેવાનુ છે અને લોકપ્રશ્ર્નોને વાચા આપવા માટે કોર્પોરેટર પોતાની ફરજ બજાવી નગરસેવકમા થી લોક્સેવક બનવાની શીખ આપી હતી.