ફાયરની ટીમોને બેને જીવતા બહાર કાઢવામાં સફળતા
સુરતન મોટા વરાછામાં એક બિલ્ડીંગમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગના ખોદકામ દરમિયાન આજે બપારે એક વાગ્યા આસપાસ દિવાલ ઘસી પડતા આઠ શ્રમિકો દબાયા હોવાનું જાણવા મળે છે. શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. બેના મોત થયા હતા. અન્ય બે જીવીત બહાર કાઢવામાં આવ્યા હતા.ફાયર બ્રિગેડની દસ ટીમોએ બચાવવા કામગીરી શરૂ કરી છે.
આ દુર્ઘટના અંગે મળતી માહિતી મુજબ સુરતનાં મોટા વરાછામાં રેલવે ક્રોસીંગ નજીક કેદાર હાઈટસ નામના બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું છે. બિલ્ડીંગના અંડરગ્રાઉન્ડ પાર્કિંગના કામ વેળાએ પાકી દિવાલ કાચી માટી સાથે ઘસી પડતા ત્યાં કામ કરી રહેલા આઠ શ્રમિકો દબાયા હતા દુર્ઘટના બનતા તુરત જ ત્યાં કામ કરી રહેલો શ્રમિક વિપુલ કંથારીયા ક્રોસીંગ પાસેના પોલીસ મથકે પહોચી ગયો હતો અને દુર્ઘટનાની જાણ કરી હતી આથી પોલીસે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની કતારગામ કોસાડ, મોટાવરાછા, કાપોદ્રા ફાયર બ્રિગેડની 10 ટીમે તુરત જ ઘટના સ્થળે પહોચી બચાવ કામગીરી હાથ ધરી હતી. દુર્ઘટના સ્થળે પાકી દિવાલ સાથે માટી ઘસી પડતા કાદવ થઈ જતા બચાવ કામગીરીમાં મુશ્કેલી થઈ રહી છે.
દુર્ઘટના સ્થળે પહોચેલી ફાયર ટીમોએ બે વ્યકિતને બહાર કાઢ્યા હતા જેમાંથી એકનુંમોત થયું હતુને એકની હાલત ગંભીર ગણવાઈ રહી છે. ઘટના સ્થળે આઠેક શ્રમિકો કામ કરતા હતા બચાવ કામગીરી હાલ ચાલુ છે.