બીસીસીઆઈનાં સિનિયર વુમન વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટનાં નોકઆઉટ મેચનું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએન યજમાન બન્યું છે. પ્રિ. કવાટર ફાઈનલથી ફાઈનલ સુધીનાં મેચ તા.28 માર્ચથી 4 એપ્રીલ દરમિયાન રમાશે.
તા.28 માર્ચના રોજ સવારે 9 કલાકે પ્રિ. કવાયર ફાઈનલ મેચ મિઝોરમ અને ઓરિસ્સા વચ્ચે રમાશે તા.29ના રોજ સવારે 9 કલાકે કવાટર ફાઈનલ 1 ઝારખંડ અને કર્ણાટક વચ્ચે અને કવાટર ફાઈનલ 2 મેચ રેલવે અને પ્રિ. કવાટર ફાઈનલ વિજેતા ટીમ વચ્ચે રમાશે.તા.30ના સવારે 9 કલાકે કવાટર ફાઈનલ 3 આંધ્ર તથા વિદર્ભ વચ્ચે અને કવા ફાઈનલ મેચ 4 મધ્ય પ્રદેશ બંગાળ વચ્ચે રમાશે.
તા. 1 એપ્રીલના રોજ સવારે 9 કલાકે પ્રથમ સેમીફાઈનલ કવાટર ફાઈનલ 1 વિજેતા અને કવાટર ફાઈનલ 3 વિજેતા ટીમ વચ્ચે રમાશે.
બીજો સેમીફાઈનલ કવાટર ફાઈનલ 2 વિજેતા તથા કવાટર ફાઈનલ 4 વિજેતા ટીમો વચ્ચે તા.1ના રોજ સવારે 9 કલાકે રમાશે. તા.4 એપ્રીલના સવારે 9 કલાકે ફાઈનલ મેચ રમાશે.
નોકઆઉટ મેચ બંધ બારણે અને પ્રેક્ષકોની હાજરી વિના યોજાશે. આ તમામ મેચ એસસીએનાં મેદાન 1 અને મેદાન 2 ઉપર રમાશે તેમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની યાદી જણાવે છે.