બ્રીજના નિર્માણ માટે ખોદવામાં આવેલા ઉંડા ખાડામાંથી પાણી નિકળતા તેનો નિકાલ કરવા મોટરો મુકવી પડી
શહેરના લક્ષ્મીનગરના નાલા પાસે હાલ અંડરબ્રીજ બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. બ્રીજના નિર્માણ માટે ઉંડો ખાડો ખોદવામાં આવતા તેમાંથી ભુગર્ભ બેસુમાર ભુગર્ભ જળ નિકળવાના કારણે તેનો નિકાલ કરવા સબમર્શીબલ મોટર મુકવી પડે છે. આ વ્યવસ્થા માટે કોર્પોરેશન દ્વારા એક અલાયદી લાઈન આપવામાં આવી છે. દરમિયાન આજે સવારે મજૂરે ભુલથી સબમર્શીબલ મોટર ચાલુ કર્યા બાદ પાણી નિકાલ માટેની પાઈપ લાઈન રોડ પર રાખી દેતા રસ્તાઓ પર જાણે નદીઓ વહી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.
ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે લક્ષ્મીનગરના નાલા પાસે હાલ અંડરબ્રીજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. અહીં પાણીના તળ ખુબ જ ઉંચા હોવાના કારણે થોડા ફૂટ પણ ખોદકામ કરવામાં આવે તો પાણી નિકળે છે. ખોદકામ દરમિયાન જે ભુતળમાંથી પાણી નીકળે તેની વ્યવસ્થા કરવા માટે બ્રીજ કોન્ટ્રાકટરને કોર્પોરેશન દ્વારા અલાયદી લાઈનની ફાળવણી કરવામાં આવી છે. આજે સવારે ભુલથી મજુર દ્વારા પાણીના નિકાલ માટે સબમર્શીબલ મોટર ચાલુ કર્યા બાદ પાઈપ લાઈન રસ્તા પર મુકી દેતા બ્રીજના પાણી છેક વિરાણી ચોક સુધી પહોંચ્યા હતા. આસપાસની ગલીમાં જાણે નદીઓ ચાલી રહી હોય તેવું જોવા મળ્યું હતું.