શહેર ભાજપ દ્વારા રસીકરણ અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ
કોરોના વેકિસન અંગેની લોકોમાં જાગૃતિ લાવવા ભાજપનો કાર્યકર્તા ઘરે ઘરે જઇ માર્ગદર્શન આપશે તેમ શહેર ભાજપ દ્વારા રસીકરણ અભિયાન અંતર્ગત બેઠકમાં નકકી કરાયું હતું. ભાજપના સ્થાપના દિવસ અંતર્ગત પૂર્વ તૈયારના ભાગરુપે કાર્યકરોને વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું.
હાલ કોવિડ-19 સામે રક્ષણ આપતી કો વેકિસન પ્રત્યે જાહેરજનતમાં જાગૃતતા ફેલાય અને વધુને વધુ લોકો વેકિસન લઈ કોરોના સામે રક્ષણ મેળવે તે માટે જનજાગૃતિ ફેલાવવા તેમજ આગામી ભાજપ સ્થાપના દિનની પૂર્વ તૈયારીના ભાગરૂપે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારધ્વાજ, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મેયર ડેા. પ્રદીપ ડવ, શહેર ભાજપ તેમજ ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય તેમજ રાજુભાઈ બોરીચાની ઉપસ્થિતિમાં શહેર ભાજપ ધ્વારા મેયર બંગલા ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં સાંધિક ગીત કાથડભાઈ ડાંગરે કરાવ્યું હતું. . બેઠકનું સંચાલન જીતુભાઈ કોઠારી, સ્વાગત પ્રવચન શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ તેમજ અંતમાં આભાર વિધિ કિશોર રાઠોડે કર્યુ હતું.
બેઠકમાં માર્ગદર્શન આપતા નિતીન ભારધ્વાજ તેમજ કમલેશ મિરાણીએ જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા સરકાર તેમજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજયની ભાજપા સરકાર ધ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહયા છે કોરોનાને હરાવવા વિશ્ર્વનું સૌથી ઝડપી રસીકરણ અભિયાન ચાલી રહયું છે પિરવારરૂપી વટવૃક્ષના મુળ સમાન આપણા વડીલોમાં રસીકરણ માટે જાગૃતતા ફેલાય તે માટે શહેર ભાજપનો પ્રત્યેક કાર્યર્ક્તા સરકાર અને સમાજ વચ્ચે સેતુરૂપ ભુમિકા ભજવી ઘેર-ઘરે ફરી રસીકરણ માટે જનજાગૃતિ ફેલાવવા માટે કટિબધ્ધ બને તેવું આહવાન કયું હતું.
આ ઉપરાંત આગામી રવિવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ધ્વારા મન કી બાત કાર્યક્રમ, આગામી 6 એપ્રિલે ભાજપાનો સ્થાપના દિન અંતગર્ત પૂર્વતૈયારીના ભાગરૂપે ઉપસ્થિત કાર્યર્ક્તાઓને વિષદ માર્ગદર્શન પુરૂ પડાયું હતું.
આ બેઠકમાં શહેર ભાજપના હોદેદારો, વોર્ડપ્રમુખ, મહામંત્રીઓ, પ્રભારીઓ તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહેલ હતા તેમજ આ બેઠકની સંપૂર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળેલ હતી.