કોરોના તો હવે, એક વર્ષ ‘મોટો’ થઈ ગયો છે. તો તેની તીવ્રતા ઓછી કેમ આંકી શકાય ?? વાયરસની ઘાતકી ‘ધાર’ યથાવત જ છે. આથી સતર્ક રહી આનાથી બચવું જરૂરી છે. વાયરસની સૌથી વધુ ગંભીર અસર હૃદય અને ફેફસાને થાય છે. જેનાથી કોઈ અજાણ નથી પરંતુ આ કોરોના વધુ તીવ્ર ગતિએ આગળ ધપતાં ફેફસાને કોરી ખાઈ રહ્યો છે. મુંબઈની અંધેરીમાં સ્થિત સેવન હિલ્સ હોસ્પિટલના ડોકટરોએ તમામ લોકોને ચેતવ્યા છે કે, કોરોના નબલો પડી રહ્યો છે.તેમ માનવું મુર્ખતા છે.આ વાયરસે ડંખ મારવાનું છોડયું નથી તે આજે પણ જીવલેણ છે. ડોકટરોએ ફેફસાની બીમારીથી પીડીત એક 40 વર્ષિય મહિલાની સારવાર કરી આ મહિલા કોરોનાગ્રસ્ત જ હતી ડોકટરોએ અવલોકન કર્યું કે, માત્ર 10 દિવસમાં ફેફસાને 80 ટકા પ્રભાવીત કરી દીધા જે ખરેખર મોટા ખતરારૂપ છે. ડો. રાહુલ સાવલીયાએ જણાવ્યું કે, કોરોનાની આ બીજી લહેર ફેફસાની બીમારીથી પીડિત યુવાઓને વધુ પ્રભાવિત કરી રહી છે. એક બીજા કિસ્સામા વરિષ્ઠ દર્દી કે જે પણ ફેફસાના રોગી હતા માત્ર 18 કલાકમા તેમની સ્થિતિ વધુ ગંભીર બની અને અંતે મોત નિપજયું કોરોના આપણને ગંભીર રીતે અસરગ્રસ્ત કરે તે પહેલા તે ઘણા સંકેતો આપે છે.તેની તરફ ધ્યાન દોરી જરૂરી પગલા લેવા જોઈએ અને સતત કાળજી રાખવી જોઈએ.