રાજય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કરાયેલી સફળ સર્જરીનો પરિવારે આભાર વ્યકત કર્યો
મોરબીમાં રાજય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત છ માસના બાળકના ફાટેલા હોઠની સફળ સર્જરી કરવામાં આવી હતી. આ તકે પરિવારે મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો.કોઇ ગર્ભવતી સ્ત્રીને ગર્ભમાં રહેલ બાળકને જન્મજાત ખામી હોય તે પ્રકારનું નિદાન થાય ત્યારે સ્વાભાવિક રીતે કોઇપણ સ્ત્રીને ચિંતા થાય કે બાળકનું સ્વાસ્થ્ય કેવું રહેશે. પરંતુ જો ડોક્ટર આ રોગની યોગ્ય સારવાર અને બાળકના ભવિષ્યનું ભવિષ્ય સુરક્ષીત હોવાનો સધિયારો આપે તો ભવિષ્યમાં માતા બનનારી આ સ્ત્રીને ખૂબ મોટી રાહત મળે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે મોરબીમાં, અહીંના સ્થાનિક કવિતા કેયુરભાઇ દંગી નામની ગર્ભવતી યુવતીને પોતાના ગર્ભમાં રહેલ બાળકને ક્લેફ્ટલીપ એટલે કે ફાટેલ હોઠની જન્મજાત બિમારી હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું.કવિતાબહેન કેયુરભાઇ દંગીને પોતાના ગર્ભમાં રહેલ બાળકને ક્લેફ્ટ લીપ એટલે કે ફાટેલ હોઠની જન્મજાત બિમારી હોવાનું સામે આવતા બાળકના ભવિષ્ય અંગે ચિંતા થવા લાગી અને બાળકના જન્મ થયા બાદ તેની સારવાર અને ખર્ચ અંગે પણ વિચારો ઘેરા બન્યા હતા. જોકે આ સમયે જ અહીંના અર્બન હેલ્થ સેન્ટરના નર્સ ડોલીબહેને સધિયારો આપી સમગ્ર કિસ્સો ડો. અમીતભાઇ અને ડો. પ્રકાશભાઇને જણાવ્યો હતો. આ બન્ને ડોક્ટરોએ પણ કવિતાબહેનને બાળકના જન્મબાદની ઓપરેશન અને સારવાર અંગે અવગત કરાવ્યા હતા.રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આ પ્રકારના ઓપરેશન નિ:શુલ્ક કરાવી અપાતા હોવાની વાત કરી હતી. અને બાળકના જન્મ થયાના છ માસ બાદ બાળકનું સફળતાપૂર્વક કલેફ્ટલીપનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. અને બાળકનું સ્મિત ફરી રેલાયું હતું.