ઘણીવાર એક નાનકડો પ્રયાસ ઘણો મોટો બદલાવ લાવી શકે છે. એવો જ એક પ્રયાસ કોલકત્તામાં એક રેસ્ટોરસન્ટના માલીકે કર્યો છે. તેણે ગરીબો માટે ખાસ પ્રકારનું ફુડ એટીએમ તૈયાર કર્યુ છે. જેને લોકોને એક સમયનું પણ ભોજનમાંથી વધેલા ભોજનને એકઠું કરી પછી ગરીબો અને જરૂરીયાત બંધ લોકોનેે આપવામાં આવે છે.આ એટીએમએ ૩૨૦ મીટરની ક્ષમતા ધરાવતું એક રેફ્રીજરેટર છે જે જ‚રીયાત મંદ લોકો સુધી પહોંચાડે છે. કોલકત્તામાં સાંઝા ચુલ્હા રેસ્ટોરન્ટના માલીક આસીફ અહમદે આ ફુડ એટીએમની શ‚આત કરી છે. આ માટે તેમણે ત્રણ સંસ્થાઓની મદદ લીધી છે. જેમાં રોટરી રાઉડ ટેબલ અને જે આઇટીઓનો સમાવેશ થાય છે. આ એટીએમને પાર્ક સર્કસ રેસ્ટોરન્ટની બહાર રાખવામાં આવ્યું છે. જેથી ભોજનની બરબાદી ન થાય અને જ‚રીયાદમંદ લોકોને ભોજન મળી રહે.
આની શરૂઆતમાં આસીફ અહમદનું કહેવું છે કે આ એક પારદર્શી દરવાજાવાળું રેફ્રીજરેટર છે. જેના પ્રયોગથી ભોજનને સ્ટોર કરી શકાય છે.અમે અમારા ગ્રાહકોને પણ એ જ શીખવાડીએ છીએ કે તેઓ વધેલા ભોજનને પેક કરીને દાન કરે. અહીં રેસ્ટોરેન્ટ અલાવા શહેરના લોકો પણ અહીં ભોજનદાન કરવા માટે આવે છે. જેમાં બીરીયાની અને રોટલી પ્રમુખ છે. આ સાથે જ અહીં તાજુ ભોજન પણ રાખવામાં આવે છે.