25 દિવસથી રાત-દિવસ ચાલી રહેલા વિકાસ કાર્યોમાં જહેમત ઉઠાવતા સરપંચ
જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે રાઉન્ડ ધ કલોક વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. છેલ્લા 25 દિવસથી રાત દિવસ સતત ચાલી રહેલા વિકાસ કાર્યોને આગળ ધપાવવા ગામના સરપંચ જહેમત ઉઠાવી રહ્યા છે.
બાબરકોટ ગામે આવેલ રવજીભાઈ સાંખટ ની દુકાન પાસે થી પ્રાથમિક શાળા વિસ્તારનો રોડ વર્ષોથી પથ્થર વાળો હતો જ્યાં શાળાએ જતી વખતે વિધાર્થીઓને ખૂબ જ મુશ્કેલીઓ પડતી હતી. તે રોડનું કામ આજે રાત્રે બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. બાબરકોટ ગામના યુવા સરપંચ અનકભાઈ સાંખટને ગામના વિકાસને ખૂબ જ ઝડપી આગળ વધારી રહ્યા છે.પ્રાથમિક શાળા એ જતા સી.સી. રોડના ખાત મુહુર્ત દરમ્યાન સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ, ઉપ સરપંચ પ્રવિણભાઈ બાભણીયા, સભ્ય જયંતીભાઈ શિયાળ, વિરાભાઈ સાંખટ, દિનેશભાઇ શિયાળ,દેવાંભાઈ જાદવ, દિનેશભાઇ સાંખટ, પાતાભાઈ વાળા, બચુભાઈ સાંખટ, ભીમજીભાઈ મકવાણા હાજર રહ્યા હતા.રોડનું કામ શરૂ થતાં શાળા એ જતા બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. તેમજ ગામ ના યુવા સરપંચ અનકભાઈ સાંખટ દ્વારા ગામને સ્વસ્થ, ચોખ્ખું અને સુંદર રાખવા માટે ગામ લોકોને વિનંતી કરવામાં આવી હતી. બાબરકોટ ગ્રામ પંચાયત ના સરપંચ તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યો દ્વારા 25 દિવસ થી સતત રાત્રીના ઉજાગરા કરીને ગામના વિકાસના કામો કરી રહ્યા છે.