અમરનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઊભરાવવાની સમસ્યા જોવા મળી રહી છે. અહીંના સાતથી આઠ ઘરોમાં બે-ત્રણ દિવસો સુધી ગટરના પાણી ભરાયેલા રહે છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે મહાપાલિકા આખમીચામણા કરી રહી હોય સ્થાનિકોની હાલત અત્યંત દયનિય બની જવા પામી છે.આ વિસ્તાર ગુજરાત હાઉસિંગ બોર્ડની બાજુમાં આવેલ છે.
જ્યાં કાયમ આ સમસ્યા રહેલી છે. સ્થાનિકોએ અનેકવખત મહાપાલિકાને રજૂઆતો કરી છે. પણ બહેરા તંત્રના કાને હજુ સુધી આ રજુઆત આવી નથી. કદાચ જો સાશકોના ઘરમાં આવી પરિસ્થિતિ સર્જાઈ હોત તો પણ તે હાથમાં હાથ ધરીને બેઠા રહેત. તેવો પ્રશ્ન સ્થાનિકો કરી રહ્યા છે. હાલ તો ઘરમાં વાસ મારતું ગંદુ પાણી ફરીઓ વળ્યું હોય ઘરમાં રહી શકાય તેવી હાલત આ ઘરના સભ્યોની થઇ છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં તંત્ર સામે ભરોભાર રોષની લાગણી પણ જન્મી છે.